• બુધવાર, 22 મે, 2024

ભુજ કોમર્સ કોલેજના છાત્રોએ સંસ્મરણો વાગોળ્યાં

ભુજ, તા. 30 : અહીંની જે.બી. ઠક્કર કોમર્સ કોલેજના 1994થી 97ની સાલમાં અભ્યાસ કરી ગયેલા છાત્રોએ  કોલેજકાળના જૂનાં સંસ્મરણો તાજા કરી જૂની યાદગીરીને જીવંત કરી હતી. રિયુનિયનના કાર્યક્રમમાં પૂર્વ પ્રાધ્યાપકોની હાજરી સાથે જ્યાં કાર્યક્રમ યોજાયો ત્યાં કોલેજની આબેહૂબ રેપ્લિકાનું સ્વરૂપ બનાવાયું હતું. ભૂતપૂર્વ છાત્રોએ આખો દિવસના કાર્યક્રમમાં ગરબા, નૃત્ય, મ્યૂઝિકલ બેન્ડની રંગત માણી હતી. કોલેજના વર્તમાન આચાર્ય મૌલિક બારોટની સાથે પૂર્વ પ્રાધ્યાપકો પી.સી. શાહ, આર.એસ. શાહ, સૈફી કુન્દનપુરવાલા, આર.આર. વોરા, ડી.કે. અઘારા, કે.વી. પાટીદાર, હર્ષાબેન વાસાણી, પ્રીતિબેન મોમાયા, કાશ્મીરા મહેતા, સથવારાભાઇ ઉપસ્થિત રહ્યા હતા. ડી.. પટેલ અને શ્રી સરદારે વીડિયો કોલ મારફત જોડાઇ શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા નીલેશ મિરાણી, આનંદ મહેતા, રીતેશ શેઠ, દિપેશ મહેતા, પ્રણવ વેલાણી, રિધમ છત્રાળા, ઘનશ્યામસિંહ જાડેજા, હિતેશ તન્ના, હેમાંગ જોશી, જીગર રાણા, ડોલી શાહ, અંજના ઠક્કર, જય કંસારા, દીપાલી દોશી સહિતે જહેમત ઉઠાવી હતી. ભુજની કોમર્સ કોલેજમાં વર્ષ 1994થી 1997 સુધી જેમણે અભ્યાસ કર્યો હતો તેવા સૌ બેચમેટ સાથે મળીને એક અનોખું આયોજન કર્યું, જેમાં માત્ર રીયુનિયન નહીં, માત્ર પૂર્વ પ્રોફેસર્સની હાજરી નહીં, પરંતુ જ્યાં આયોજન કરાયું પ્રવેશને કોમર્સ કોલેજની આબેહુલ રેપ્લીકાનું સ્વરૂપ બનાવવામાં આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang