• બુધવાર, 22 મે, 2024

ભાજપ બંધારણને ફાડીને ફેંકી દેવા માગે છે : રાહુલના પ્રહાર

ભિંડ, તા. 30 : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવાળે દાવો કર્યો હતો કે, જો ભાજપના હાથમાં પાછી કેન્દ્રની સત્તા આવશે તો તે  ગરીબો, અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગને અધિકાર આપનારા બંધારણને ફાડીને ફેંકી દેશે. મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં એક રેલીને સંબોધિત કરતી વખતે રાહુલે હાથમાં સંવિધાનની એક  નકલ લેતાં કહ્યું હતું કે વર્તમાન લોકસભા ચૂંટણી કોઈ સામાન્ય ચૂંટણી નથી, પરંતુ બે વિચારધારાઓ વચ્ચેની લડાઈ છે. રાહુલે દાવો કર્યો હતો કે ગરીબો, અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગને બંધારણને લીધે ઘણા અધિકારો મળે છે જેનાથી લોકોને મનરેગા, ભૂમિ અધિકાર, આરક્ષણ અને અન્ય વસ્તુઓ પણ મળી. વાયનાડના સાંસદ ગાંધીએ દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને એમના સાંસદોએ મન બનાવી લીધું છે કે જો તેઓ ચૂંટાશે તો સંવિધાનને ફાડીને ફેંકી દેશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang