• મંગળવાર, 21 મે, 2024

માંડવી કતલખાનાંના પર્દાફાશમાં વધુ ચાર આરોપી ઝડપાયા

ભુજ, તા. 30 : ગત તા. 26/4ના મધ્યરાત્રે માંડવી પોલીસે બાતમીના આધારે માંડવીના ઉમિયાનગરના રહેણાક મકાનમાં ચાલતા કતલખાના ઉપર દરોડો પાડી ગાયની કતલ કરી તેના માંસ તથા કતલના હથિયારો સાથે આરોપી તોસીફશા યાશીનશા સૈયદની અટક કરી તેના રિમાન્ડ મેળવી પૂછતાછ દરમ્યાન આરોપી તોસીફશા પાસેથી ગૌમાંસ ખરીદનારા તેમજ મદદગારી કરનારાનાં નામો ખૂલતાં બનાવમાં વધુ ચાર આરોપીને માંડવી પોલીસે ઝડપી પાડયા છે. અંગે માંડવી પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ માંડવીના ઉમિયાનગરમાં રહેણાક મકાનમાં ગેરકાયદે રીતે ધમધમતા કતલખાના ઉપર માંડવી પોલીસે દરોડો પાડી પર્દાફાશ કર્યો હતો, જેમાં કામના આરોપી તોસીફશા સૈયદ ઉપર પશુઓ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાના અધિનિયમ તળે ગુનો દાખલ કરી અટક બાદ તેના રિમાન્ડ દરમ્યાન પૂછતાછમાં કતલખાનાંમાંથી ગૌમાંસ ખરીદનારા તેમજ તેને મદદગાર થનારાનાં નામો ખુલ્યાં હતાં. આથી માંડવી પોલીસે ગુના સબબ અશરફ જાફર સુમરા (રહે. કાઠડા), અયાન અનવર ચાકી (રહે. દુર્ગાપુર-નવાવાસ), ઇકબાલ આમદ ગજણ?(રહે. ગોધરા, તા. માંડવી) અને આસિફ સલીમ રાયમા (રહે. નાગલપુર, તા. માંડવી)ને પકડી પાડીને આરોપીઓ વિરુદ્ધ 295 () 429 પશુઓ પ્રત્યે ઘાતકીપણાની કલમો લગાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. કામગીરીમાં પી.આઇ. ડી. ડી. શિમ્પી, .એસ.આઇ. વાછિયાભાઇ ગઢવી, હે.કો. લીલાભાઇ દેસાઇ, મેહુલભાઇ જોશી, ધર્મેન્દ્રસિંહ સોઢા, દિલીપભાઇ?ડામોર, શિલ્પાબા સોલંકી, કોન્સ. કિરણભાઇ?ચૌધરી, અનુપભાઇ કાપડી, પ્રાંજલબેન માળી જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang