• બુધવાર, 22 મે, 2024

અમરસર ગામે 300 એકર ગૌચર જમીન હડપ કરી લેવાની તજવીજ

ભચાઉ, તા. 30 : તાલુકાના કડોલ ગામની સીમમાં આવેલા મીઠાંનાં કારખાનાંમાંથી ઓવરલોડ વાહનો અમરસર સીમમાં આવેલી ગૌચર જમીન પરથી દોડવાઈ રહ્યા છે, જેને પગલે આગામી સમયમાં અબોલ જીવો માટેની ભૂમિ પણ હડપ થવાની ભીતિ ગ્રામજનો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. કડોલ સીમમાં રણની જમીન ઉપર વગદાર લોકોએ ગેરકાયદેસર દબાણ ખડકી નાખ્યાં છે અને તેના પર મીઠાંનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. અંગે નેર ગામના લોકોએ ઝુંબેશ ચલાવી વિરોધ દર્શાવ્યો હતો, પરંતુ કોઈ પરિણામ સાંપડ્યું હતું, જેથી ભૂમાફિયાઓને પ્રોત્સાહન મળી ગયું હોય તેમ તાલુકાની અમરસર સીમમાં આવેલી 300 એકર જેટલી ગૌચર જમીન ઉપર આંખો ઠારી છે. મીઠાંનાં કારખાનામાંથી ઓવરલોડ સામગ્રી ભરીને વાહનો ગૌચર ભૂમિ ઉપરથી દોડાવવામાં આવી રહ્યા છે તેમજ ફળદ્રુપ ભૂમિમાં મીઠાંના ગંજ ખડકાતાં ખારાસ આવી ગઈ છે. જેના લીધે અબોલ પશુઓ માટે ચારાની અછત વર્તાય છે.  ગૌચર જમીન ઉપરાંત ગામના તળાવમાં પણ દબાણ કરવાની તજવીજ શરૂ કરાઇ છે. અંગે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવે તો જમીન નકશામાં હોવાનું કહીને ધાક ધમકી કરાય છે, જૂના સર્વે નંબરવાળી ગૌચર જમીન 15 માસિકમાં માપવામાં આવી હતી. સુપર ઇમ્પોઝ કરાય તો ગૌચર સ્થળે હોવાની સાબિતી થઈ શકે તેમ છે. પરિણામે ગામમાં કોઈ અઘટિત ઘટના બને તે પહેલાં કચ્છ કલેક્ટર, પૂર્વ કચ્છ પોલીસવડા વગેરે દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનોએ સહી સાથે પાઠવેલા પત્રમાં કરાઇ હતી.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang