• મંગળવાર, 21 મે, 2024

ગાંધીધામમાં હત્યાના ગુનામાં ફરાર આરોપી સાત વર્ષે પકડમાં આવ્યો

ગાંધીધામ, તા. 30 : અહીંના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં એમ.એમ.સી. ગોડાઉન પાછળ બાવળની ઝાડીમાં પરપ્રાંતીય ઇસમની ગળુ દબાવી હત્યા નીપજાવવાના સાત વર્ષ જૂના બનાવમાં પોલીસે જૂના બોરેલાલ ઉર્ફે ભવ્યલાલ સહનીની દિલ્હીથી અટક કરી લીધી હતી. બી-ડિવિઝન પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ વર્ષ 2016માં હત્યાનો બનાવ બન્યો હતો.  જી.આઈ.ડી.સી. વિસ્તારમાં એમ.એમ.સી. ગોડાઉનની પાછળના ભાગે બાવળની ઝાડીમાં બિહારના વતની સુજિત રામભરોષે રાય ઉં.. 25વાળાની ગળુ દબાવી હત્યા નીપજાવાઈ હતી. ત્યારબાદ લાશ બાવળની ઝાડીમાં મૂકી આરોપી પલાયન થઈ ગયો હતો. ઠેકેદારની ફરિયાદ પરથી બે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપીઓની બિહારમાં શોધખોળ કરી હતી, પરંતુ ડરના લીધે વતનમાં આવતા હોઈ જેથી તેઓ વિશે કોઈ માહિતી મળી શકી હતી. દરમ્યાન એક શખ્સ દિલ્હીના અલીપુર વિસ્તારમાં આવેલા તશ્ના ગોડાઉનમાં કામ કરતો હોવાની બાતમી મળી હતી, જેથી આરોપી જૂના બોરેલાલ ઉર્ફે ભવ્યલાલ સહની રહે. બેગુસરાય, બિહારની ધરપકડ કરી લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang