• મંગળવાર, 21 મે, 2024

આજથી મોદીનો દાવ

અમદાવાદ, તા. 30 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના  યોજાવાનું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પુરુષોત્તમ રૂપાલાનાં નિવેદનને પગલે ક્ષત્રિયો આકરા પાણીએ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સભાઓ ગજવવા આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી તેમના 1 અને 2 મેના ગુજરાતના પ્રવાસ દરમિયાન ડીસા, હિંમતનગર, આણંદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં જાહેર સભાને સંબોધિત કરશે. રૂપાલાનાં નિવેદન સમયે વડાપ્રધાન કેમ ચૂપ હતા તેવો ક્ષત્રિયોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો તેને ધ્યાનમાં રાખીને આઇબીના રિપોર્ટને આધારે કાયદો અને વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવ્યા છે. ત્યારે મળતી માહિતી અનુસાર જૂનાગઢમાં સુભાષ ત્રિવેદી, જામનગરમાં રાજકુમાર પાંડિયન, સુરેન્દ્રનગરમાં અભયાસિંગ ચૂડાસમા, આણંદમાં અણિત વિશ્વકર્મા, વાબાગ જમીરને સાબરકાંઠા તેમજ ખુર્શીદ અહેમદને બનાસકાંઠાની જવાબદારી સોંપવામાં આવી છે. આમ સિનિયર અધિકારીઓ વડાપ્રધાનની સભા દરમિયાન કોઇ પણ ખલેલ, અશાંતિ ઊભી થાય અને શાંતિ રહે તે માટે વિવિધ આગેવાનોને મળી સારું વાતાવરણ રહે તેવા ભારે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાવાર રીતે જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 2.30 કલાકે જનસભાને સંબોધિત કરશે  અને હિંમતનગરમાં સાંજે 4.15 કલાકે રેખાબેન ચૌધરીનાં સમર્થનમાં સંબોધન કરશે. સાંજે 6 કલાકે તેઓ હિંમતનગરથી ગાંધીનગર જવા રવાના થશે, જ્યાં તેઓ રાજભવનમાં રાત્રિરોકાણ કરશે. રાત્રે રાજભવનમાં રાજકીય બેઠક થશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. 2 મેના સવારે તેઓ સવારે આણંદ જવા રવાના થશે અને 10 કલાકે આણંદમાં સભાને સંબોધશે. તેઓ આણંદથી સુરેન્દ્રનગર જશે અને 12 વાગે સભાને સંબોધશે. ત્યાર બાદ તેઓ જૂનાગઢ પહોંચીને 2.15 કલાકે સભાને સંબોધન કરશે અને સાંજે 4.15 કલાકે જામનગરમાં સભાને સંબોધશે. સૂત્રોના અનુસાર સભાસ્થળોએ ઓઆરએસ કિટનું વિતરણ થશે. ઉપરાંત પેરામેડિકલ સ્ટાફ અને જેટલી 108ની સુવિધા ઉપલબ્ધ કરવાશે. તમામ સ્થળોએ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang