• મંગળવાર, 21 મે, 2024

ટીમ ઇન્ડિયાનું એલાન

નવી દિલ્હી તા.30 : લાંબા ઇંતઝાર બાદ આખરે ભારતની ટી-20 વર્લ્ડ કપ ટીમ જાહેર થઇ છે. રોહિત શર્માના કપ્તાનપદ હેઠળની 1 ખેલાડીની ટીમમાં આઇપીએલમાં નિસ્તેજ દેખાવ કરી રહેલા હાર્દિક પંડયાની પસંદગી થઇ છે અને તેને ઉપ કપ્તાનની જવાબદારી પણ મળી છે. ભારતની વિશ્વ કપ ટીમમાં રિષભ પંતની વાપસી થઇ છે. તેની સાથે બીજા વિકેટકીપર તરીકે સંજૂ સેમસન હશે. જયારે કેએલ રાહુલ પસંદગીકારોનો વિશ્વાસ જીતી શકયો નથી. આઇપીએલના સારા દેખાવનો સ્પિનર યજુર્વેન્દ્ર ચહલ અને પાવર હિટર શિવમ દૂબેને ફાયદો થયો છે. બીજી તરફ વિસ્ફોટક બેટધર રિન્કુ સિંઘને પણ આશ્ચર્યજનક રીતે સ્થાન મળ્યું નથી. જોકે, તેને શુભમન ગીલ સાથે રિઝર્વ ખેલાડીઓમાં રખાયો છે. ટીમ ઇન્ડિયા 17 વર્ષનો ખિતાબ દુકાળ કરવા મેદાનમાં ઉતરશે. છેલ્લે 2007ના ટી-20 વિશ્વ કપમાં ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમ વિશ્વ વિજેતા બની હતી. ટીમ ઇન્ડિયા તેના અભિયાનનો પ્રારંભ જૂને ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમ પર આયરલેન્ડ વિરૂધ્ધ કરશે. પછી 9 જૂને પાકિસ્તાન વિરૂધ્ધ મહા મુકાબલો થશે. ભારતની 1 ખેલાડીની ટીમમાં પાંચ નિયમિત બેટધર, બે વિકેટકીપર, ચાર સ્પિનર અને ત્રણ ઝડપી બોલર છે. હાર્દિક પંડયા અને શિવમ દૂબેનો ઓલરાઉન્ડર તરીકે સમાવેશ કરાયો છે. ત્રણ ઝડપી બોલર તરીકે જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાઝ અને અર્શદિપ સિંઘ છે. અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા સ્પિન ઓલરાઉન્ડરના રૂપમાં છે. શુભમન ગિલ, રિંકુ સિંઘ, આવેશ ખાન અને ખલિલ અહમદ રિઝર્વ ખેલાડીના રૂપમાં પસંદ થયા છે. બીસીસીઆઇના સૂત્રના જણાવ્યા અનુસાર હાર્દિકના સમાવેશને લઇને ઘણી ચર્ચા થઇ હતી. સેમસનનો પ્રવેશ નિશ્ચિત હતો. રિન્કુ કમનશીબ રહ્યો. કપ્તાન રોહિત શર્મા સાથે ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ હશે. પછી સ્ટાર વિરાટ કોહલી અને નંબર વન બેટર સૂર્યકુમાર યાદવ હશે. મીડલ ઓર્ડરમાં તેમની સાથે ઋષભ પંત, સંજૂ સેમસન, શિવમ દૂબે અને રવીન્દ્ર જાડેજા હશે. ચાઇનામેન બોલર કુલદીપ યાદવ ટીમનો મુખ્ય સ્પિન બોલર હશે. આઈપીએલના ખરાબ દેખાવ છતાં મોહમ્મદ સિરાઝ પસંદ થયો છે. કેએલ રાહુલની નબળી સ્ટ્રાઇક રેટને લીધે પડતો મુકવામાં આવ્યો હોવાના રિપોર્ટ છે. આઇપીએલમાં સારો દેખાવ કરી રહેલ સીએસકેના કપ્તાન ઋતુરાજ ગાયકવાડ પસંદગીકારનો વિશ્વાસ જીતી શકયો નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang