• મંગળવાર, 21 મે, 2024

ભાજપના રાજમાં અંજારને સતત અન્યાય થયો

ભુજ, તા. 30 : લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નીતેશ લાલણનો અંજાર શહેરમાં રોડ શો યોજાયો હતો. શહેરીજનોએ ઢગલાબંધ પ્રશ્નો રજૂ કરી અને નિરાકરણ કરવા જણાવ્યું હતું. ઉમેદવારે પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી. ઉમેદવાર નીતેશભાઇ લાલણ દ્વારા અંજારના વિવિધ વિસ્તારો જેવા કે ગંગાનાકા, દેવળિયાનાકા, બસ સ્ટેન્ડ રોડ તથા મુખ્ય માર્ગો પરથી રોડ શો પ્રચાર કરી અને કોંગ્રેસનું સમર્થન માગ્યું હતું. આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષની કેન્દ્રમાં સરકાર બની રહી છે ત્યારે શહેરની જનાતને  જે તકલીફો છે તે તકલીફો નિવારવા ખડેપગે રહેવાનો કોલ આપ્યો હતો અને ભૂકંપ બાદ શહેરને ભાજપના સત્તાધીશો અને ધારાસભ્યોએ સુવિધાએ વધારી નથી. શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ છે તથા શહેરમાં સાંસદ દ્વારા કોઈપણ જાતની વિકાસલક્ષી ગ્રાન્ટો વપરાયેલી હોય, તેવું જણાતું નથી, જેથી લોકસભામાં કોંગ્રેસ પક્ષનો સાંસદ કચ્છમાંથી તમે મોકલશો તો અંજારના પ્રશ્નોને વાચા આપવા તથા વધુમાં વધુ ગ્રાન્ટ ફાળવવાનો કોલ આપ્યો હતો અને ઉમેદવારને અંજાર શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા આવકાર મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી  વી.કે. હુંબલ, નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રાસિંહ જાડેજા,  તાલુકા કોંગ્રેસ પ્રમુખ શંભુભાઈ ડાંગર, અંજાર શહેર કોંગ્રેસ પ્રમુખ, યુવરાજાસિંહ વાઘેલા, અંજાર વિધાનસભા યૂથ કોંગ્રેસના પ્રમુખ સાવનભાઈ આહીર, અંજાર શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ સંજયભાઈ જાદવ, શહેર કોંગ્રેસ લઘુમતી વિભાગ પ્રમુખ જાવેદભાઈ ખત્રી, આગેવાનો વેલજીભાઈ ગામોટ, લીલાધર ટાંક, ભગુભાઈ આહીર, મહેશભાઈ સોરઠિયા, અંજાર શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ મિતુલભાઈ સોરઠિયા, મનુભાઈ ઠક્કર, જતિનભાઈ પટેલ, ભરતભાઈ માતંગ, જયદીપ સોની, મહેન્દ્રાસિંહ ઝાલા, સલીમભાઈ રાયમા વગેરે જોડાયા હતા. સવારથી સાંજ સુધી શહેરના વિવિધ વિસ્તારમાં પ્રચાર ઝુંબેશ વેગવાન બનાવાઈ હતી. રોડ શો દરમ્યાન મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો વગેરે જોડાયા હતા. ઐતિહાસિક અંજાર શહેરની સમસ્યાઓ અને ધરતીકંપ પછી વિકાસમાં પાછળ હટી ગયેલા અંજારને પુન: બેઠું કરવાની વાત હોય કે સગવડો વિકસાવવાની હોય તમામ ક્ષેત્રે પ્રયાસો કરવાની ખાતરી આપવામાં આવી હતી, તેવું કચ્છ લોકસભા મીડિયા કો-ઓર્ડિનેટર ગની કુંભાર તથા સંકલન વિભાગના ધીરજ ગરવા દ્વારા જણાવાયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang