• ગુરુવાર, 16 મે, 2024

મતદાન પ્રક્રિયા ખોરવવાનો આતંકી કારસો વિફળ

જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહીની પ્રક્રિયા કોઇપણ મુશ્કેલી વગર આટોપાય અને લોકો મુક્ત રીતે મતદાન કરી શકે તેની સામે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ સતત સક્રિય રહેતા આવ્યા છે. વખતે પણ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું હતું, તે દરમ્યાન સલામતી દળોએ આતંકીઓના વધુ એક કારસાને વિફળ બનાવ્યો હતો. પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર સ્થિત બારામુલ્લા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના મતદાન દરમ્યાન સલામતી દળોએ આતંકીઓ સાથેની અથડામણમાં બે આતંકીને ઠાર કર્યા હતા. અથડામણ બે દિવસ ચાલી હતી અને તેમાં સલામતી દળોના બે જવાન પણ ઘવાયા હતા. સૌ કોઇ જાણે છે કે, નિયંત્રણ રેખા પર આવેલા જિલ્લામાં આતંકીઓને ભારતમાં ઘૂસવા માટે પાકિસ્તાની લશ્કર દ્વારા મદદ મળતી રહે છે. સંખ્યાબંધ વખત બન્યું છે કે, આતંકીઓને ભારતમાં ઘૂસવા અથવા પરત આવવામાં સલામત છત્ર પૂરું પાડવા પાકિસ્તાની લશ્કર દ્વારા ભારે ગોળીબાર કરાતો હોય છે, પણ હવે ભારતીય સલામતી દળો નાપાક વ્યૂહરચનાને બરાબર સમજી ગયા છે. આવા કોઇપણ દૂસાહસને રોકવા માટે ભારતીય દળો સતત સાબદા રહે છે. વખતે જે આતંકીઓએ ઘૂસણખોરી કરી હતી, તેમનો ઇરાદો લોકસભાની ચૂંટણીઓને ખોરવાવાનો હતો, પણ સલામતી દળોને આગોતરી સચોટ બાતમી હોવાને લીધે નાપાક ઇરાદા વિફળ રહ્યા હતા.  આમે છેલ્લા થોડા સમયથી ભારતીય દળોની આક્રમક કાર્યવાહીને લીધે આતંકીઓની ઘૂસણખોરીમાં ભારે ઘટાડો થયો છે. જમ્મુ અને કાશ્મીરના ખાસ દરજ્જો રદ્દ કરાયા બાદ ત્યાં સ્થાનિક લોકોને ભડકાવવાના પાકિસ્તાન અને તેના સાથી એવા આતંકી સંગઠનોએ તમામ પ્રયાસ કરી જોયા છે, પણ લોકો તેમના સારા-નરસાનો ભેદ સમજતા થયા છે અને નાપાક કારસા સફળ રહ્યા નથી. પાકિસ્તાન સતત એવી છાપ ઊભી કરવાનો પ્રયાસમાં રહ્યંy છે કે, 370મી કલમ રદ્દ થવાથી કાશ્મીરીઓના અધિકાર છીનવાઇ ગયા છે. કાશ્મીરના લોકો પણ હવે વિકાસના કામોનો અનુભવ કરી રહ્યા છે, તેમને હવે મુખ્યધારાથી અળગા રહેવાના નુકસાન અંગેની સમજ પડવા લાગી છે.  આને લીધે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં નોંધપાત્ર હાજરી નજરે ચડી હતી. જો કે, હજી ખીણના યુવાનોને આતંકના આહોભાવમાંથી મુક્ત કરવામાં વહિવટતંત્ર અને સલામતી દળોએ સતત ધ્યાન આપવાની ખાસ જરૂરત વર્તાઇ રહી છે. દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઇ રહી છે જોતાં કાશ્મીરમાં સુરક્ષા દળોએ સાવધાની રાખવી પડશે. મોદી સરકાર જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો દૂર કર્યા પછી રાજ્યના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. શ્રી મોદી ખુદ ધ્યાન આપી રહ્યા છે જોતાં કાશ્મીરના લોકો પણ સંઘર્ષ ત્યજીને મુખ્ય પ્રવાહમાં સામેલ થાય જરૂરી છે. સરહદ પારના આતંકીઓની સામે અસરકારક કાર્યવાહી થઇ રહી છે, ત્યારે ઘરઆંગણે યુવાનોને રાષ્ટ્રીય મુખ્યધારામાં લાવવાની સફળતા અનિવાર્ય બની રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang