• મંગળવાર, 21 મે, 2024

પ્રજ્વલ રેવન્ના જેડીએસમાંથી સસ્પેન્ડ

બેંગ્લુરુ, તા. 30 : લોકસભા ચૂંટણી દરમિયાન સામે આવેલા કર્ણાટકના અશ્લીલ વીડિયોકાંડમાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાનો પરિવાર ઘેરાયો છે. કથિત જાતીય કૌભાંડમાં દેવગૌડાના ધારાસભ્ય પુત્ર એડી રેવન્નાનો 33 વર્ષીય સાંસદ પુત્ર પ્રજ્વલ રેવન્ના આરોપી છે અને હાલ વિદેશ ફરાર થઈ ગયો છે. જેડીએસ પર ચારેબાજુથી માછલા ધોવાતાં પાર્ટીએ પ્રજ્વલને તપાસ પૂરી થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી નાખ્યો છે. દરમ્યાન, એક મહિલાએ બંને નેતા સામે જાતીય સતામણીની ફરિયાદ કરતાં નવો વળાંક આવ્યો છે. જેડીએસની કોર સમિતિની બેઠકમાં પ્રજ્વલ રેવન્નાના સસ્પેન્શનનો નિર્ણય લેવાયો હતો. બીજી તરફ રાજ્યની કોંગ્રેસ સરકારે ઘડેલી એસઆઇટીએ કથિત રપ00 જેટલી અશ્લીલ ક્લિપ અને પેન ડ્રાઇવ વગેરે અંગે તપાસ શરૂ કરી છે. પિતા એચડી રેવન્નાએ આરોપી પુત્રનો બચાવ કર્યો કે તેનો વિદેશ જવાનો કાર્યક્રમ પહેલેથી નિર્ધારિત હતો તેને ખબર હતી કે તેના વિરુદ્ધ એફઆઇઆર નોંધાવાની છે. દરમ્યાન, એક મહિલાએ જે.ડી.એસ.ના બંને નેતા પર જાતીય સતામણીની ફરિયાદ દાખલ કરતાં ચકચાર મચી છે. રાજ્ય સરકારના આદેશ બાદ એસ.આઇ.ટી. તપાસ પણ શરૂ?થઇ ગયા વચ્ચે નવો વળાંક આવ્યો છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીના ભત્રીજા પ્રજ્વલ રેવન્નાએ વીડિયોને નકારતાં ફરિયાદ પણ દાખલ કરાવી છે. રેવન્ના વિવાદ વચ્ચે જર્મની રવાના થઇ?જતાં તે વિશે પણ વિવાદ સર્જાયો હતો. ઘટના વચ્ચે જનતા દળે 33 વર્ષીય સાંસદને પક્ષથી સસ્પેન્ડ કરી દીધા છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં પ્રજ્વલ રેવન્ના પૂર્વ ડ્રાઇવર કાર્તિકે દાવો કર્યો હતો કે, તેમણે 15 વર્ષ સુધી દેવગૌડા પરિવારમાં ડ્રાઇવર તરીકે કાર્ય કર્યું છે. કાર્તિકે એવો પણ?દાવો કર્યો કે, અભદ્ર વીડિયો તેમણે માત્ર?ભાજપના નેતા જી. દેવરાજે ગૌડાને આપ્યા હતા. તેમણે આવું એટલા માટે કર્યું કારણ કે, 2023માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં હોલેનરાસીપુરાથી એચ.ડી. રેવન્ના વિરુદ્ધ ચૂંટણી લડી હતી અને તેઓ હારી ગયા હતા, જેનો ગૌડા બદલો લેવા માગતા હતા. બીજી તરફ પૂર્વ ડ્રાઇવરના આક્ષેપો પર ભાજપના નેતા ગૌડાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગૌડાએ પત્રકારોને જણાવ્યું કે, કાર્તિકને હાસન ક્ષેત્રથી રેવન્નાના કોંગ્રેસ હરીફ શ્રેયસ પટેલ સાથે ઘણી વખત જોવા મળ્યા હતા. પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ ગૌડાને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, જો કોઇને ફાયદો થતો હતો તો તે કોંગ્રેસ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang