• મંગળવાર, 21 મે, 2024

સરકારની સિદ્ધિઓને લક્ષમાં રાખી કમળનું બટન દબાવજો

ભુજ, તા. 30 : રાપર વિધાનસભા અને માંડવી વિધાનસભા વિસ્તારના ચૂંટણી પ્રચારમાં કચ્છ લોકસભામાં સાથે લઇ ચાલનાર ઉમેદવાર અને વર્તમાન સાંસદ વિનોદભાઇ ચાવડાએ પોતાના સંસદીય મતક્ષેત્રમાં  પ્રચાર-પ્રસાર કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં શરૂ કરવામાં આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ યોજનાબદ્ધ 100 ટકા લોકો સુધી જવાની એક વિરાટ કલ્પના છે. તે ગ્રામીણ ભારતની જટિલ વાસ્તવિકતાઓમાંથી પસાર થાય છે, તેથી પ્રવાસનો ઉદ્દેશ છેલ્લા માઇલ સુધી પહોંચવાનો છે. લોકોને વિવિધ સરકારી યોજનાઓ વિશે જાગૃત કરવાનો છે, જેથી તેઓ લાભ મેળવી શકે. પહેલ એક રીતે દેશના ગરીબો, આપણી માતાઓ, બહેનો, ખેડૂતો અને દેશના યુવાનો માટે `મોદીજીની ગેરંટી' છે. આપણે સમજીયે કે `ચાલશે'નો જમાનો હવે જતો રહ્યો છે, બદલાઇ રહ્યું છે, બદલાઇ શકે છે. જો આપણી અંદર આવો વિશ્વાસ હોય, સાધનોથી સંપન્ન હોઇએ, સામર્થ્ય હોય, સંસાધનો હોય, પરંતુ જ્યારે તે ત્યાગ અને તપસ્યા સાથે જોડાઇ જાય પછી આપોઆપ પરિવર્તન આવે છે અને સંકલ્પ સિદ્ધિમાં પરિવર્તિત થઇ જાય છે. આપણે પણ સરકારની સિદ્ધિઓને લક્ષમાં રાખી `િફર એક બાર ભાજપા સરકાર'નો સંકલ્પ સિદ્ધ કરવાનો છે, માટે કમળનો બટન દબાવી ભાજપને વિજય બનાવવાનો સંકલ્પ લેવાની અપીલ શ્રી ચાવડાએ કરી હતી. ભાજપ ઉમેદવાર શ્રી ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદએ લોકસભા ચૂંટણી અંતર્ગત રાપર વિધાનસભાના રાપર શહેર, માંડવી વિધાનસભાના મોટી ભુજપુર અને ઝરપરા ગામે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કર્યો હતો તેમજ આયોજિત સભાને સંબોધન કર્યું હતું. મુંદરામાં આયોજિત રોડ શોમાં બહોળી સંખ્યામાં પાર્ટીના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ નગરજનો ખૂબ ઊર્જા અને ઉત્સાહથી જોડાયા હતા. કચ્છવાસીઓનાં જીવનમાં થયેલા બદલાવ થકી સ્પષ્ટ છે કે, સૌને `મોદી કી ગેરંટી' પર સંપૂર્ણપણે વિશ્વાસ છે. પ્રવાસ દરમ્યાન જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઇ?દવે, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઇ આચાર્ય, રાપર શહેર ભાજપ, મુંદરા શહેર/તાલુકા ભાજપના હોદ્દેદારો, કાર્યકર મિત્રો જોડાયા હતા, તેવું પક્ષની એક યાદીમાં જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang