• મંગળવાર, 21 મે, 2024

આયુષ-આઇએમએને સુપ્રીમનો ઠપકો

નવી દિલ્હી, તા. 30 : પતંજલિ કેસમાં સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના આયુષ વિભાગને ફટકાર સાથે રૂ.1 લાખનો દંડ ફટકાર્યો છે. આની સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનને પણ આજે કોર્ટે આડે હાથ લીધું હતું. કોર્ટે આઇએમએને કહ્યું હતું કે, તેણે મોંઘી દવાઓ લખતા પોતાના તબીબો વિશે વિચારવા માટે પણ કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, જો તમે કોઈની સામે આંગળી ચીંધો તો બાકીની આંગળી તમારી તરફ ચીંધાતી હોય છે. રાજ્ય લાયસેન્સિંગ ઓથોરિટીએ કોર્ટને જણાવ્યું હતું કે, પતંજલિ અને તેના એકમ દિવ્યા ફાર્મસીના 14 ઉત્પાદનો લાયસન્સ તાત્કાલિક અસરથી 1 એપ્રિલે રદ કરાયા હતા. જેના પર કોર્ટે કહ્યંy કે તમે હવે ઉંઘમાંથી જાગ્યા છો. પતંજલિની ભ્રામક જાહેર ખબરો મામલે મંગળવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડની લાયસેન્સિંગ ઓથોરિટીને ફટકાર લગાવી હતી. કોર્ટે આયુષ વિભાગને ઠપકો આપતાં કહ્યંy કે, એવું લાગે છે કે જ્યારે તમે કંઈક કરવા ઈચ્છો છો તો પૂરી ઝડપથી કરો છો પરંતુ જો કરવા નથી ઈચ્છતા તો વર્ષો લાગી જાય છે. તમે 3 દિવમાં પગલાં લીધાં પરંતુ છેલ્લા 9 મહિનામાં શું કરી રહ્યા હતા ? એવું લાગે છે કે, તેઓ માત્ર પોસ્ટ ઓફિસની જેમ કામ કરી રહ્યા છે. કોર્ટે ઓથોરિટીએ રજૂ કરેલું  સોગંદનામું પણ ફગાવી દઈને સુધારા સાથે રજૂ કરવા તાકીદ કરી હતી. મોંઘી દવા લખતા તબીબો વિશે સર્વોચ્ચ અદાલતે કરેલી આકરી ટકોર પછી આઇએમએનાં અધ્યક્ષ ડૉ. આર. વી. અશોકને એક ઇન્ટરવ્યૂમાં પ્રતિક્રિયા આપી હતી. અશોકને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓમાં ભાષા ઠીક નથી. અંગે અદાલતનું આજે ધ્યાન દોરવામાં આવતા કોર્ટે કહ્યું હતું કે, શું આઇએમએ કોર્ટને કહેશે કે કેવી ટિપ્પણીઓ કરવી અને સુનાવણી કેવી રીતે કરવી ? સાથે કોર્ટે આઇએમએના અધ્યક્ષને વધુ ગંભીર પરિણામો માટે તૈયાર રહેવાની ચેતવણી પણ આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang