• મંગળવાર, 21 મે, 2024

મતદાન જાગૃતિ માટે નવરાત્રિનો માહોલ : કચ્છમાં ગરબા યોજાયા

ભુજ, તા. 30 : ચૂંટણીપંચ દ્વારા 15 દિવસીય કાર્યકમ અંતર્ગત સમગ્ર જિલ્લામાં ગરબા સંધ્યા, મહિલા મતદારોની બેઠક, રંગોળી જેવા કાર્યક્રમો જિલ્લાના દરેક તાલુકામાં યોજાયા હતા. તાલુકા વિકાસ અધિકારી અને પ્રોગ્રામ ઓફિસર આઇ.સી.ડી.એસ. શાખાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સમગ્ર જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો ઉપર મહિલાઓ દ્વારા ગરબા સંધ્યા, રંગોળી અને મહિલા મતદારોની બેઠક જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. મતદાન જાગૃતિ માટે સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો. ત્રિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત મહિલા મતદારોમાં લોકસભાની ચૂંટણીમાં બહોળું મતદાન કરવા ઉત્સાહ જણાયો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અમિત અરોરા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈનાં માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. કાર્યક્રમ અંતર્ગત બહોળા વધુ મતદારો સમક્ષ મતદાન જાગૃતિનો સંદેશ પહોંચ્યો હતો. ત્રિવેણી સંગમ જેવા ગરબા સંધ્યા, રંગોળી તેમજ મહિલા મતદારો માટિંગના કાર્યક્રમ માટે  નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી એસ. કે. પ્રજાપતિ, નોડલ અધિકારી બી. એમ. વાઘેલા, મદદનીશ નોડલ જી. જી. નાકર, શિવુભા ભાટી અને સમગ્ર ટીમ,તમામ તાલુકા વિકાસ અધિકારીએ સહયોગ આપ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang