• ગુરુવાર, 16 મે, 2024

ટી-20 વિશ્વકપની ન્યૂઝિલેન્ડ ટીમમાં કોન્વેની વાપસી

ઓકલેન્ડ, તા.29 : ટી-20 વિશ્વકપની ન્યુઝીલેન્ડની ટીમ જાહેર થઈ છે. જેમાં અંગૂઠાની ઇજાને લીધે આઇપીએલની બહાર ચાલી રહેલા ઓપનિંગ બેટર ડવેન કોન્વેને જગ્યા મળી છે. 1 ખેલાડીની કિવિ ટીમનું સુકાન ફરી કેન વિલિયમ્સન સંભાળશે. ટીમમાં બે અનુભવી ઝડપી બોલર ટ્રેંટ બોલ્ટ અને ટિમ સાઉધીને જગ્યા મળી છે. બેન સીયર્સ એકમાત્ર અનામત ખેલાડી છે. જે કિવિ ટીમ સાથે વેસ્ટ ઇન્ડિઝ-અમેરિકાનો પ્રવાસ કરશે. 1 ખેલાડીની ટીમમાં ફક્ત બે ખેલાડી રચિન રવીન્દ્ર અને મેટ હેનરી એવા છે જે પહેલીવાર ટી-20 વિશ્વકપ રમશે. ઇજાને લીધે ઝડપી બોલર કાઇલ જેમિસન અને એડમ મિલ્ને પસંદગી માટે ઉપલબ્ધ હતા. ફિન એલેન પીઠની ઇજામાંથી બહાર આવી ગયો છે અને કોન્વે સાથે ઓપનિંગ કરશે.ન્યુઝિલેન્ડ ટીમ : કેન વિલિયમ્સન (કેપ્ટન), ફિન એલેન, ટ્રેંટ બોલ્ટ, માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડવેન કોન્વે, લોકી ફરગ્યુસન, મેટ હેનરી, ડેરિલ મિચેલ, જેમ્સ નિશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, મિચેલ સેન્ટનર, ઇશ સોઢી, ટિમ સાઉધી અને બેન સિયર્સ (અનામત ખેલાડી).

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang