• બુધવાર, 22 મે, 2024

મુંબઈ ઈન્ડિયન્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સની જીત

લખનઉ તા.30 : અહીંના ભારતરત્ન અટલબિહારી વાજપેયી સ્ટેડિયમ ખાતે આઈપીએલની 48મી મેચમાં લખનઉ સામે ભીંસમાં આવેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે સામાન્ય કહી શકાય તેવો 144 રનનો સ્કોર કર્યો હતો, જેની સામે લખનઉ સુપર જાયન્ટસની ટીમે છેલ્લા ચાર દડા બાકી રહ્યા ત્યારે 145 રન બનાવી જીત મેળવી હતી. એલએસજી વતી ફરી માર્કસ સ્ટોયનિસ વિજયનો ઘડવૈયો સાબિત થયો હતો. સ્ટોયનિસે 45 દડામાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 62 રન બનાવી ટીમને અડધી જીત અપાવી દીધી હતી, તો કેપ્ટન કે એલ રાહુલે 22 દડામાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 28 રન બનાવ્યા હતા. બેટિંગની જેમ મુંબઈએ ફિલ્ડિંગમાં પણ નબળું પ્રદર્શન કર્યું હતું.  જો કે, હાર્દિક પંડયાએ 4 ઓવરમાં 26 રન આપી 2 વિકેટ ખેરવી હતી, તો નુવાન, જેરાલ્ડ અને નબીને 1-1 વિકેટ મળી હતી. અગાઉ લખનઉ સુપર જાયન્ટસની ચુસ્ત બોલિંગ-ફિલ્ડિંગ સામે મુંબઇ ઇન્ડિયન્સ ટીમ ટોચના બેટધરોની નિષ્ફળતા વચ્ચે 20 ઓવરમાં 7 વિકેટે 144 રનનો સામાન્ય સ્કોર કરી શકી હતી. ભારતની ટી-20 વર્લ્ડ કપ ટીમના કેપ્ટન અને બર્થ ડે બોય રોહિત શર્મા 4 રને અને મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન તથા ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન નિયુકત થયેલા હાર્દિક પંડયા ગોલ્ડન ડક આઉટ થયા હતા. મુંબઈ તરફથી સૌથી વધુ 46 રન છઠ્ઠા ક્રમના યુવા બેટર નેહલ વઢેરાએ કર્યાં હતા. જ્યારે વર્લ્ડકપ ટીમમાં સામેલ થવાનો ગમ ભુલાવીને ઇશાન કિશને ઉપયોગી 32 રન કર્યાં હતા. ટિમ ડેવિડ ડેથ ઓવર્સમાં 18 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી 3 રને નોટઆઉટ રહ્યો હતો. લખનઉ તરફથી મોહસિન ખાનને 2 વિકેટ મળી હતી. સ્ટોઇનિસ, નવીન, મયંક અને રવિને 1-1 વિકેટ મળી હતી.  ટી-20 ફોર્મેટનો નંબર વન બેટર સૂર્યકુમાર યાદવ પણ 10 રને પેવેલિયન ભેગો થયો હતો. તિલક વર્મા 7 રને રનઆઉટ થયો હતો. હાર્દિક પહેલા દડે નવીન ઉલ હકનો શિકાર થયો હતો. 27 રનમાં 4 વિકેટ પડી ગયા બાદ ઇશાન કિશન અને નેહલ વઢેરા વચ્ચે પાંચમી વિકેટમાં 3 દડામાં 3 રનની ભાગીદારી થઇ હતી. કિશને 36 દડામાં 3 ચોગ્ગાથી 32 અને નેહલે 41 દડામાં 4 ચોગ્ગા-2 છગ્ગાથી 46 રન કર્યાં હતા.  અંતમાં ડેવિડે 3 રન કર્યાં હતા. આથી મુંબઇના 7 વિકેટે 144 રન બન્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang