• ગુરુવાર, 16 મે, 2024

ઇવીએમ પર સુપ્રીમ કોર્ટની ફરીવાર સ્વીકૃતિની મહોર

ભારતમાં આજકાલ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ સમયે ઇલેક્ટ્રોનિક વાટિંગ મશીન (ઇવીએમ)ની સામે વિરોધપક્ષ દ્વારા ગંભીર આક્ષેપો કરાતા હોય છે. વખતે આવા સવાલ  અને આરોપો સર્વોચ્ચ અદાલતના ઉંબરે પહોંચ્યા હતા, પણ અદાલતે સ્પષ્ટ કરી દીધું છે કે, આવા સવાલ કરવા યોગ્ય નથી.  ઇવીએમ સંબંધી તમામ અરજીઓને સર્વોચ્ચ અદાલતે નકારી કાઢી છે. વખતે એવી આશંકા વ્યક્ત થઇ હતી કે, ઇવીએમની ઉપર બહારથી નિયંત્રણ કરાય છે અને તે દ્વારા મતોમાં ગોટાળા થઇ શકે છે.  આરોપની તરફેણમાં આધાર અપાયા હતા કે, અમુક જગ્યાઓએ કુલ મત કરતાં મશીનના મતોની સંખ્યામાં અંતર રહ્યંy હતું. વિરોધપક્ષો મુદ્દે ભારે આક્રમક રહ્યા છે. વખતે પણ સતત આશંકા વ્યક્ત કરતા રહ્યા હતા. તેમના આરોપ હતા કે, સત્તાધારી પક્ષ મશીનોની વાટે મતદાનની પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે છે. અમુક સ્વયંસેવી સંગઠનોએ અને નિષ્ણાતોએ પણ આરોપોમાં સૂર પુરાવ્યો હતો.  તેમનો દાવો હતો કે, ઇવીએમને બહારથી સંચાલિત કરી શકાય છે. આવી દલીલો અને આરોપોને સતત નકારતું રહેતું ભારતનું ચૂંટણીપંચ બચાવમાં કહેતું રહ્યંy છે કે, ઇવીએમ સંપૂર્ણપણે સલામત છે અને તેમાં ગડબડનો કોઇ અવકાશ નથી. મામલાએ એટલું ગંભીર સ્વરૂપ લઇ લીધું હતું કે, મતદોરોનાં મનમાં પણ શંકા જાગવા લાગી હતી. હવે સર્વોચ્ચ અદાલતે તમામ વાતો ફરીથી જાણી અને સમજીને તમામ આશંકાઓનો અંત આણી દીધો છે. જો કે, વખતે અદાલત સમક્ષ એવી પણ અરજી કરાઇ હતી કે, ઇવીએમમાં મતદાન કરનારને તેમાં દેખાતી વિવિપેટની ચબરખી આપવામાં આવે તે પછી તમામ ચબરખીઓને મેળવીને મતગણતરી કરવામાં આવે. સર્વોચ્ચ અદાલતે માગણીને પણ નકારી કાઢી હતી. કારણ કે, તેનાથી મતદાનની ગુપ્તતાનો લોપ થાય તેમ હતો. બધા વચ્ચે અદાલતે જો કે, ચૂંટણીપંચને સૂચના પણ આપી છે કે, મશીનોમાં ઉમેદવારોનાં પ્રતીક લોડ થઇ જાય તે પછી તરત તેમને સીલ કરી દેવામાં આવે. સાથોસાથ અદાલતે એક નવો રસ્તો પણ આપ્યો છે કે, જો કોઇ ઉમેદવાર કોઇ મશીનોની સામે ફરિયાદ કરે તો નિષ્ણાતો દ્વારા તેની ચકાસણી કરવામાં આવે. જો કે, ચકાસણીનો ખર્ચ ઉમેદવારે ઉપાડવાનો રહેશે. અદાલતના નિર્ણયથી ગોટાળાની ફરિયાદની તપાસની વ્યવસ્થા ગોઠવાતાં ઘણા લોકોને સંતોષ થઇ શકે છે. આમ, સર્વોચ્ચ અદાલતના સ્પષ્ટ આદેશ બાદ ઇવીએમના ઉપયોગ સામે શંકાની કોઇ શક્યતા રહેતી નથી. રાજકીય પક્ષોએ પોતાની વિફળતાને ઢાંકવા માટે મશીનોની સામે કાગારોળ કરવાને બદલે વિજ્ઞાન અને ટેકનોલોજીનાં સફળ સાધનોમાં વિશ્વાસ વ્યક્ત કરવો જોઇએ. રાજકીય પક્ષો દ્વારા વ્યક્ત કરાતી ઉગ્ર લાગણીઓને લીધે ઇવીએમ પર મતદારોને શંકા જાગવા લાગે છે, જે ભારતીય લોકશાહી માટે યોગ્ય ગણી શકાય નહીં. ખરેખર તો આવી ફરિયાદો કરતાં પહેલાં વિરોધપક્ષોએ યાદ રાખવું જોઇએ કે, સંખ્યાબંધ રાજ્યોમાં તેમની સત્તા છે, ત્યાં ચૂંટણીઓ વેળાએ ઇવીએમ મશીનોનો ઉપયોગ કરાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang