• ગુરુવાર, 16 મે, 2024

સિંધુ સહિતના 7 શટલર્સ પેરિસ ઓલિમ્પિકમાં રેન્કિંગના આધારે ક્વોલિફાય

નવી દિલ્હી, તા.29 : ભારતીય બેડમિન્ટન એસોસિયેશને આજે સ્પષ્ટ કર્યું છે કે આગામી પેરિસ ઓલિમ્પિક માટે રેન્કિંગના આધાર પર દેશના સાત બેડમિન્ટન ખેલાડી કવોલીફાય થયા છે. જેની જાહેરાત સાઇ મીડિયાએ સોશિયલ મીડિયા પર આજે કરી છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઇથી 11 ઓગસ્ટ દરમિયાન રમાશે. ભારતના જે સાત બેડમિન્ટન ખેલાડી પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલીફાય થયા છે તેમાં મેન્સ સિંગલ્સમાં એચએસ પ્રણય અને લક્ષ્ય સેન છે. બે વખતની ઓલિમ્પિક મેડલિસ્ટ પીવી સિંહુ મહિલા સિંગલ્સમાં ક્વોલીફાય થઇ ચૂકી છે. વર્ગમાં તે ભારતની એકમાત્ર હરીફ છે. ડબલ્સમાં સાત્વિક અને ચિરાગની જોડી વિશ્વ ક્રમાંકમાં ત્રીજા સ્થાને છે અને ક્વોલીફાય થઇ છે. જ્યારે મહિલા ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને તનીષા કાસ્ટ્રોએ પેરિસની ટિકિટ બૂક કરાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang