• ગુરુવાર, 16 મે, 2024

કોમેન્ટ્રી બોક્સમાં બેસી સ્ટ્રાઇક રેટની વાતો કરવી નહીં : કોહલી

અમદાવાદ, તા.29 : આઇપીએલના ગઇકાલના મેચમાં ગુજરાત જાયન્ટસ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો 9 વિકેટે સરળ વિજય થયો હતો. મેચમાં વિલ જેકસે 41 દડામાં 10 છક્કાથી આતશી સદી કરી હતી. જ્યારે વિરાટ કોહલીએ 44 દડામાં 19.09ની સ્ટ્રાઇક રેટથી અણનમ 70 રનની ઝડપી ઇનિંગ રમી હતી. પાછલા મેચમાં કોહલીએ 43 દડામાં 1 રન કર્યાં હતા. આથી તેના સ્ટ્રાઇક રેટથી ઘણી ટીકા થઇ હતી. મેચ બાદ કોહલીએ તેના ટીકાકારોને આડે હાથ લીધા હતા. કોહલી કહે છે કે લોકો ફકત મારી સ્ટ્રાઇક રેટ અને સ્પિન બોલર સામે મારી રમવાની શૈલિ પર ચર્ચા કરતા રહે છે.  તેનો ફક્ત આંકડા પર બોલ્યા કરે છે. મારા માટે ફક્ત ટીમ મહત્ત્વની હોય છે અને મુજબ બેટિંગ કરું છું. મને લાગે છે કે જે લોકો મેદાનમાં નથી અને બોક્સમાં બેસી (કોમેન્ટરી બોકસ) આવી વાતો કરવી જોઇએ નહીં. જે લોકો મેદાન પર રમે છે અને રમી ચૂક્યા છે તેઓ જાણે છે કે અસલમાં શું સ્થિતિ હોય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang