• બુધવાર, 22 મે, 2024

ભુજથી દિલ્હી નવી શરૂ થયેલી ટ્રેનનો પ્રારંભ

ભુજ, તા. 30 : આજથી ભુજથી દિલ્હી (સરાય રોહિલ્લા) વચ્ચે 17 ફેરા સાથેની સમર સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ થયો હતો. રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર્સ એસોસિયેશન ભુજ તથા ભુજ ડેવલોપમેન્ટ કાઉન્સિલ દ્વારા ટ્રેનચાલકોને હાર પહેરાવી મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવાઇ હતી. ટ્રેન ભુજ રેલવે સ્ટેશને ગાડી નં. 09407 સાંજે પાંચ વાગ્યે ઉપડી ત્યારે એસો.ના પ્રમુખ . વાય. આકબાની, મંત્રી પ્રબોધ મુનવર, ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના પ્રમુખ અવનીશભાઇ ઠક્કર, જીતેનભાઇ ઠક્કર તથા સ્ટેશન મેનેજર રાજીવજી ઉપસ્થિત રહ્યા હતા. મે-જૂન મહિના દરમ્યાન ભુજ અને દિલ્હીથી આઠ-આઠ ફેરાનું તારીખ સાથેનું સમયપત્રક બહાર પડી ચૂક્યું છે. ભુજથી સાંજે 5 વાગ્યે રવાના થઇ બીજા દિવસે બપોરે 12 વાગ્યે દિલ્હી પહોંચશે જ્યારે દિલ્હીથી બપોરે 3 વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે 11.30 વાગ્યે ભુજ પહોંચશે. પ્રથમ દિવસે ટ્રેનને સંતોષકારક ટ્રાફિક મળ્યો હતો. ટ્રેનને લઇને કચ્છી માડુઓએ ખુશી વ્યક્ત કરી હતી. ટ્રેન કાયમી ધોરણે દોડાવવામાં આવે તેવી રજૂઆતો પેસેન્જર્સ એસો. દ્વારા કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang