• મંગળવાર, 30 એપ્રિલ, 2024

મોદી સ્ટેડિયમ પર ગુજરાત જીતનો ક્રમ જાળવી રાખવા માગશે

અમદાવાદ, તા.16 : ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ બે એવી ટીમ છે જે આઇપીએલની વર્તમાન સીઝનમાં સાતત્યસભર દેખાવ કરવામાં સફળ રહી નથી. બુધવારની મેચમાં બન્ને ટીમ આમને-સામને હશે ત્યારે શુભમન ગિલ અને રિષભ પંતની ટીમનું એકમાત્ર લક્ષ્ય જીત સાથે પોઇન્ટ ટેબલ પર સ્થિતિ સુધારવાનું હશે. ગુજરાત ટાઇટન્સ ટીમ વખતે હજુ સુધી શાનદાર દેખાવ કરી શકી નથી જ્યારે પંતનાં આગમન છતાં દિલ્હી કેપિટલ્સની સ્થિતિ સુધરી નથી. ગુજરાત ટાઇટન્સ માટે સારી વાત છે કે તેણે પોતાની પાછલી મેચમાં પોઇન્ટ ટેબલ પરની ટોચની ટીમ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ અંતિમ દડા પર જીત મેળવી હતી. ગિલની ટીમે તેના અભિયાનમાં જો જાન ફૂંકવી હશે તો આવો દેખાવ ચાલુ રાખવો પડશે. ગુજરાત ટીમને તેના મુખ્ય બોલર મોહમ્મદ શમીની સતત ખોટ પડી રહી છે. ઉમેશ યાદવે 7 વિકેટ લીધી છે, પરંતુ પ્રતિ ઓવર 10 રન લૂંટાવી રહ્યો છે. બીજી તરફ લખનઉ સામેની જીતથી દિલ્હી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. તેના ખાતામાં 6 મેચમાં 2 જીતથી 4 અંક છે. પ્લે ઓફમાં બની રહેવા માટે તેણે ગુજરાતની હાર આપવી પડશે. અહીં મળતી હારથી પંતની ટીમની પ્લે ઓફની રાહ ઘણી કઠિન બનશે. દિલ્હીને તેના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર પાસેથી મોટી ઇનિંગની આશા રહેશે. ચાઇનામેન બોલર કુલદીપ યાદવ સફળ વાપસી કરી ચૂક્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang