• શુક્રવાર, 17 મે, 2024

કોલકાતાની દિલ્હી પર આસાન જીત

કોલકાતા, તા. 29 : કોલકાતા નાઇટ રાઇડર્સે ફિલ સોલ્ટની અર્ધસદીના બળે દિલ્હી કેપિટલ્સને સાત વિકેટે હાર આપી હતી. કોલકાતાએ વર્તમાન સિઝનમાં દિલ્હી સામે બીજી વખત જીત મેળવી છે. દિલ્હીએ ટોચના બેટધરોની નિષ્ફળતા વચ્ચે 20 ઓવરમાં નવ વિકેટે 153નો સામાન્ય સ્કોર બનાવ્યો હતો, જેને કોલકાતાએ 16.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ઇડન ગાર્ડન મેદાન પર કોલકાતા તરફથી ફિલ સોલ્ટ અને સુનિલ નારાયણે મજબૂત શરૂઆત કરી હતી. બંનેએ ઝડપભેર રન બનાવતાં ટીમે સાતમી ઓવર સુધીમાં 79 રન બનાવી લીધા હતા. જુમલે પહેલી વિકેટના રૂપમાં નારાયણ (15) આઉટ થયો હતો. તે પછી રિંકુ સિંહ (11) ખાસ જામી શક્યો હતો. ફિલ સોલ્ટે 33 દડામાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગાની સહાયતાથી 68 રન ઝીંકી દઇ ટીમનો વિજય નિશ્ચિત બનાવ્યો હતો. સોલ્ટની સિઝનની ચોથી અર્ધસદી હતી. દિલ્હી તરફથી અક્ષર પટેલને બે જ્યારે વિલિયમ્સને એક વિકેટ મળી હતી. ઇડન ગાર્ડનની ધીમી પીચ પર ટોસ જીતીને પ્રથમ દાવ લેનારી દિલ્હી કેપિટલ્સ આઇપીએલની આજના મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ 20 ઓવરના અંતે નવ વિકેટે 13 રનનો સામાન્ય સ્કોર કરી શકી હતી. ટોચના બેટધરોની નિષ્ફળતા વચ્ચે નવમા ક્રમના પૂંછડિયા બેટધર કુલદીપ યાદવે દિલ્હી તરફથી સૌથી વધુ અણનમ 3 રન કર્યા હતા. આથી દિલ્હી સંપૂર્ણ ધબડકામાંથી ઉગરી ગયું હતું અને કેકેઆર સમક્ષ 14 રનનું વિજય લક્ષ્ય મૂકવામાં સફળ રહ્યંy હતું. કેકેઆર તરફથી મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ સિઝનમાં પહેલીવાર સારો દેખાવ કરીને 16 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. મીડિયમ પેસર વૈભવ અરોરા અને હર્ષિત રાણાને 2-2 વિકેટ મળી હતી. મોંઘો મિચેલ સ્ટાર્ક ફરી ખર્ચાળ બન્યો હતો. તેણે ત્રણ ઓવરમાં 43 રનનો ખર્ચ કરીને એક વિકેટ લીધી હતી. દિલ્હી કેપિટલ્સના તમામ ટોચના બેટધર નિષ્ફળ રહ્યા હતા. પૃથ્વી શો 13, ફટકાબાજ જેક ફ્રેઝર મેકગર્ક 12, અભિષેક પોરલ 18, સાઇ હોપ , કપ્તાન ઋષભ પંત એક જીવતદાન સાથે 27 અને અક્ષર પટેલ 1 રને આઉટ થયા હતા. દિલ્હી તરફથી કોઇ મોટી ભાગીદારી થઇ હતી. ચોથી વિકેટમાં પંત-પોરેલ વચ્ચે 19 દડામાં 31 રન થયા હતા, જ્યારે નવમી વિકેટમાં કુલદીપ-રસિખ વચ્ચે 23 દડામાં મહત્ત્વના 29 રનનો ઉમેરો થયો હતો. કુલદીપ યાદવ 26 દડામાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાથી 3 રને નોટઆઉટ રહ્યો હતો. જે ટી-20 ફોર્મેટમાં તેનો બેસ્ટ સ્કોર છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang