• ગુરુવાર, 16 મે, 2024

પચ્છમમાં ઊંટ ઉછેરની પ્રવૃત્તિ હવે અમુક ગામ પૂરતી સીમિત

સુમરાપોર (તા. ભુજ), તા. 29 : સરહદી-પચ્છમ વિસ્તારમાં પશુપાલન સાથે સંકળાયેલો વર્ગ ખૂબ મોટો છે. વિસ્તારની ઓળખાણ પચ્છમનાં ભાગિયાઓ તરીકે થાય છે. ગાય-ભેંસ, ઘેટાં-બકરાં, અશ્વ હોય કે ઊંટોના સમૂહ વગેરે માલધારીઓનાં મુલક તરીકે જાણીતા થયા છે, પરંતુ સંજોગો અને સમયનાં વિપરીત પરિબળો તેમજ ચરિયાણ વિસ્તાર ઘટતાં પરિશ્રમ અને મોંઘવારીની નડતરની સમસ્યાઓ, આધુનિક ટેકનોલોજી યુગની અસરો વગેરે પરિબળોનાં કારણે પચ્છમવાસીઓ ઊંટ (ઊંટની) ઉછેરક સાથે સંકળયોલો હવે સીમિત વર્ગ રહ્યો છે. પચ્છમનાં ગામો કુરન, સુમરાપોર, કોટડા, મોટા, હુસેનીવાંઢ, ધ્રોબાણા, નાના-મોટા દિનારા, નાના-મોટા બાંધા, રતડિયા, રોહાતળ, પૈયા, ધોરાવર, રબવીરી, તુગા, જુણા, જામકુનરિયા, રાયમાવાંઢ અને પાશીનાં ઘણા ગામડાંઓનાં લોકો ઊંટ ઉછેરક સાથે મોટાપાયે સંકળાયેલા હતા. કાળા ડુંગરના રણ કિનારાના પટ્ટાઓ અને બન્ની નાની અને મોટી સીમાડામાં ચરિયાણમાં ઊંટોનાં ટોળાંઓ જોવા મળતાં. આજે પચ્છમના માત્ર ચારથી પાંચ ગામડાંઓના લોકો - સીમિત વર્ગના લોકો હજી પણ ઊંટના ઉછેરક  તરીકે વારસાગતનો નાતો કાયમ રાખ્યો છે, પણ વર્ગની સમસ્યાઓ તો વણથંભી છે. તંત્ર તરફથી બારેમાસ સીમાડાઓમાં રખડતા-ભટકતા વર્ગને ક્યારે પણ કોઈ સહાનુભૂતિ કે સહાય કે આશ્વાસનરૂપી દિલાસો પણ અપાયો નથી. સતત રખડતો-ભટકતો જીવન નિર્વાહ કરતા વર્ગના લોકો અનેક સમસ્યાઓથી પરેશાન છે. આધુનિક યુગમાં ખેતી માટે ઝડપી સેવા ટ્રેક્ટરોની થઈ જતાં હવે ઊંટોની ખરીદી કરે કોણ ? ને વળી મેળા-મલાખડાઓ પણ સીમિત વર્ગ સુધી રહ્યા છે. તેમાંય ઊંટોની ખરીદી કોણ કરે ને સતત સીમાડાઓ રખડતા-ભટકતાં વર્ગે પચ્છમના લોકોને તો દૂધ પીવડાવ્યું હશે પણ ઊંટડીના દૂધનું ક્યારેય પણ વેચાણ કર્યું નથી. કુદરતી આફતો કે દુષ્કાળોમાં વર્ગને ક્યારેય પણ સહાય કે કેશડોલ્સરૂપી એક પાઈ પણ ચૂકવાઈ નથી. ઊંટોનાં ટોળાંઓ સીમાડાઓમાં ચરિયાણ માટે રવાના થાય. કચ્છી ચોવક `ઉઠ જા જેડા કંધ એડા પંધ' એને કાબૂ કરવું ખૂબ કઠિન હોય છે. થોડી વારમાં ઊંટોનાં ટોળાંઓ -સમૂહ કેટલાય કિલોમીટરમાં પંથ કાપી ચરિયાણની મંજિલ પાર કરી લે છે અને વર્ગના પશુપાલકો  વર્ષના આનાવારાં માફક હવામાનના અનુકૂળ પરિબળો ધ્યાનમાં રાખીને ચરિયાણનો વિસ્તાર, સીમાડાઓ વગેરે આયોજન ઘડી લેતા હોય છે, પરંતુ હવે વર્ગ લાચાર બનીને ઊંટોના વારસાગત નાતાને અલવિદા કહે તો નવાઈની બાબત નહીં ગણાય.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang