• ગુરુવાર, 16 મે, 2024

વરસામેડીનો બુટલેગર પાસામાં ધકેલાયો

ભુજ, તા. 29 : મુળ પલાંસવા (તા.રાપર) હાલે વરસામેડી (તા.અંજાર) રહેતો શરાબનો ધંધાર્થી એવો યુનુસ ફકીરમામદ મીરને પાસામાં ધકેલી દેવાયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અન્વયે પશ્ચિમ કચ્છ એલસીબીના પીઆઈ એસ. એમ. ચુડાસમા અને પીએસઆઈ ટી.બી. રબારીએ જિલ્લામાં જાહેરમાં અસામાજીક પ્રવૃતિ ફેલાવતા ભારતીય બનાવટના વિદેશી દારૂનું ગેરકાયદે વેંચાણ કરતા યુનુસ ફકીરમામદ મીર (રહે.વરસામેડી, મુળ પલાંસવા) વિરૂદ્ધ પદ્ધર પોલીસ મથકે 48 લાખના દારૂના જથ્થા સંબંધિત અને ગાંધીધામ બી-ડીવીઝનમાં 1.70 લાખના શરાબના જથ્થાના ગુનાઓ દાખલ થયા હોઈ તેના વિરૂદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરને મોકલી અપાતા તે ગ્રાહ્ય રહેતાં અટકાયતી વોરંટની બજવણી કરી યુનુસને ભાવનગર જિલ્લા જેલમાં મોકલી દેવાયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang