• શુક્રવાર, 17 મે, 2024

અમેરિકામાં 35 ચક્રવાત ત્રાટકયાં

વોશિંગ્ટન, તા. 29 : અમેરિકાના આયોવા અને ઓક્લાહોમા રાજ્યોમાં ચક્રવાતે કહેર મચાવતાં બરબાદીનાં દૃશ્યો સર્જાયાં હતાં. શનિવાર-રવિવાર એમ બે દિવસના ગાળામાં 35થી વધુ તોફાન ત્રાટક્યા હતા, જેના કારણે એક નવજાત સહિત ચારનાં મોત થયાં હતા, જ્યારે 100થી વધુ ઘાયલ થયા હતા, તો 20 હજાર લોકોનાં ઘરમાં વીજળી ડુલ થઈ હતી અને 500થી વધુ ઘર બરબાદ થઈ ગયાં હતાં. રાષ્ટ્રપતિ જો બાયડને પૂરની સ્થિતિને પહોંચી વળવા શક્ય તેટલી મદદ પહોંચાડવાના નિર્દેશ આપ્યા હતા. જો કે, હવામાન વિભાગે 494થી વધુ તોફાનની ચેતવણી આપી હતી. એક મીડિયા હેવાલ મુજબ, અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે શહેરમાં ચક્રવાતના કારણે ધોધમાર વરસાદ થયો હતો, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને અનેક ઈમારતોની દીવાલો તૂટી ગઈ હતી. પછી લોકોને મદદ માટે આપત્તિ વ્યવસ્થાપનની ટીમો પહોંચી હતી. શુક્રવારે 70થી વધુ તોફાન નોંધાયા બાદ શનિવારે અને રવિવારે 35 વાવાઝોડાંએ વિનાશ વેર્યા બાદ હવામાન વિભાગે ઈમરજન્સીની ઘોષણા કરી હતી અને રવિવારના 250 વાવાઝોડાં અને 494 તોફાનની ચેતવણી આપી હતી. નોંધનીય છે કે, પહેલાં ઓક્લાહોમામાં 1974 અને 2011માં પ્રકારના ભયાનક  તોફાન આવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang