• ગુરુવાર, 16 મે, 2024

રાહુલ ગાંધી રાયબરેલીથી લડી શકે છે

નવી દિલ્હી, તા. 29 : કોંગ્રેસ અને ગાંધી પરિવારના ગઢ ગણાતી ઉત્તરપ્રદેશની બે મહત્ત્વપૂર્ણ બેઠકો પર કયા ઉમેદવાર ઉતારશે તેનો કોંગ્રેસે હજુ ખુલાસો કર્યો નથી, પરંતુ સૂત્રોની વાત માનીએ તો રાહુલ ગાંધી અમેઠીથી નહીં, પરંતુ રાયબરેલીથી લડી શકે છે. બીજીતરફ કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વખતે ચૂંટણીનાં રણમેદાનમાં નહીં ઊતરે તેવી શક્યતા વધુ દેખાઇ રહી છે. રાહુલ ગાંધી 2004થી 2019 સુધી અમેઠી બેઠક પરથી જીતતા રહ્યાં હતાં, પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સામે રાહુલને હાર ખમવી પડી હતી. અમેઠીમાં પાંચમાં ચરણમાં 20મી મેનાં મતદાન થનારું છે, ત્યારે સંભવિત ઉમેદવારો અંગે પૂછતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, હજુ થોડા દિવસ રાહ જુઓ. બીજીતરફ બે દાયકા સુધી સોનિયા ગાંધીએ જે બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું તે રાયબરેલી બેઠક પરથી પ્રિયંકા ગાંધીને ઉતારાયા તેવી શક્યતા પણ વ્યક્ત થઇ રહી છે. કોંગ્રેસના ઉત્તરપ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે અને વિધાનસભા પક્ષનેતા આરધના મિશ્રાએ રાહુલને અમેઠી અને પ્રિયંકાને રાયબરેલીથી ઉતારવાનો આગ્રહ કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang