• ગુરુવાર, 16 મે, 2024

કર્ણાટકમાં અશ્લીલ વીડિયોકાંડથી ચકચાર

નવી દિલ્હી, તા. 29 : લોકસભા ચૂંટણી પૂર્વે પક્ષોમાં જામેલા જંગ વચ્ચે કર્ણાટક જાતિય કૌભાંડમાં ભાજપ નેતાએ દાવો કર્યો છે કે તેને અશ્લીલ વીડિયો ભરેલી એક પેન ડ્રાઇવ પહેલા મળી હતી. જેના અંગે પ્રદેશ અધ્યક્ષને સૂચિત કરવામાં આવ્યા હતા. પૂરા વિવાદમાં પૂર્વ પીએમ એચડી દેવગૌડાના પૌત્ર અને સાંસદ પ્રજ્વલ રેવન્નાનું નામ પણ સામે આવી રહ્યું છે. જેનાથી કર્ણાટકની રાજનીતિમાં હડકંપ મચ્યો છે. દરમિયાન કર્ણાટક રાજ્ય મહિલા આયોગનાં અધ્યક્ષ નાગલક્ષ્મી ચૌધરીએ કહ્યું છે કે, એસઆઇટી દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જાણકારી મુજબ હોલનરસીપુરામાં ભાજપ ઉમેદવાર રહેલા દેવરાજ ગૌડાએ પ્રદેશ અધ્યક્ષ બી વાય વિજયેન્દ્રને પત્ર લખ્યો હતો. જેમાં જેડીએસના એનડીએ ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના સહિત એચ ડી દેવગૌડા પરિવારના ઘણા નેતાઓ ઉપર ગંભીર આરોપ લાગ્યા છે. ભાજપ નેતા દેવરાજના કહેવા પ્રમાણે પેન ડ્રાઇવમાં કુલ 2976 વીડિયો છે. જેમાં દેખાતી અમુક મહિલાઓ સરકારી અધિકારી છે. વીડિયોનો ઉપયોગ યૌન ગતિવિધિ જારી રાખવા અને બ્લેકમેલિંગ કરવા થતો હતો. પેન ડ્રાઇવમાં એવા વીડિયો અને ફોટોઝ હતા. જે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સુધી પણ પહોંચતા હતા. તેવામાં હાસન બેઠક ઉપર જેડીએસ ઉમેદવારને નોમિનેટ કરવામાં આવે તો વીડિયોઝ બ્રહ્માત્ર બની શકે છે. પત્રમાં એમ પણ કહ્યું હતું કે ગઠબંધન હોવાની સ્થિતિમાં પક્ષ ઉપર બળાત્કારીઓને સમર્થન કરવાનો આરોપ લાગી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang