• શુક્રવાર, 17 મે, 2024

ભાજપ સરકારે કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે મોટું કામ કર્યું

રાપર, તા. 29 : રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગામડાંઓમાં ચૂંટણી પ્રચાર-પ્રસારમાં કચ્છ લોકસભા ભાજપના ઉમેદવાર વર્તમાન સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, નવા ભારતની વિચારસરણી, દરેક નીતિ અને વ્યૂહરચના જનકલ્યાણ દ્વારા રાષ્ટ્ર કલ્યાણની છે, એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાથે આજે દેશ વિકાસ અને શાંતિના માર્ગે આગળ વધી રહ્યો છે. દાયકાનો અંતરાય દૂર કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકાર વિકાસની દોડમાં દેશના દરેક ક્ષેત્રમાં પરિવર્તનકારી સુધારાની નવી ગાથા લખી રહી છે. કચ્છ અને કાશ્મીરમાં જી-20 સંમેલનનું આયોજન કરી વૈશ્વિક દ્રષ્ટિએ કચ્છની ખમીરવંતી જનતાને ઉજાગર કરી હતી. કચ્છમાં કેન્દ્ર અને ગુજરાત સરકારે આર્થિક વિકાસ, ઔદ્યોગિક નીતિઓ બનાવી, પર્યટન માટે હોમ સ્ટેની સવલતો વિકસાવી કચ્છને નંદનવન બનાવવાના સંકલ્પ તરફ આપણે આગળ ધપી રહ્યા છીએ. નર્મદાના નીર, જલ જીવન મિશન, ગ્રામીણ વિસ્તારમાં શાળાઓ, આંગણવાડી, આરોગ્ય કેન્દ્રને પ્રાથમિકતા આપી છે. વર્તમાન પેઢી એક નવું ભવિષ્ય ઘડવાની પ્રેરણાથી પ્રેરિત છે. ભવિષ્ય હંમેશાં ભૂતકાળના ખોળામાં જન્મે છે. નવા યુવા મતદારો અચૂક મતદાન કરે માટે તેમને પ્રેરિત કરવાની દરેક ગામડાંઓમાં વિનોદભાઈએ અપીલ કરી હતી અને ફિર એક બાર મોદી સરકારનું આહ્વાન કર્યું હતું. રાપર તાલુકાના પ્રાગપર ગામે ચૂંટણી પ્રવાસ દરમ્યાન પ્રાગપર, ઉમૈયા, કાનપર, સોનલવા, વલમપર, છોટાપર, ભુટકિયા, ભીમાસર, હમીરપર નાની, હમીરપર મોટી, પદમપર, લાખાગઢ, મોડા, સણવા, મોમાયમોરા, ખાડેક, ફતેહગઢ, શાનગઢ, માંજુવાસ, શિવગઢ, મોવાણા અને દોરાથાણા ગામમાં બેઠકો યોજી અચૂકથી મતદાન કરી જનસમર્થન આપવા માટે અપીલ કરી હતી. પ્રવાસ દરમ્યાન જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજા, રાપરના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા, રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, રાપર વિધાનસભા પ્રભારી કમલેશભાઈ દેસાઈ, રાપર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદેવાસિંહ જાડેજા, તાલુકા પંચાયતના ચેરમેન કિશોરભાઈ મહેશ્વરી, જિલ્લા ભાજપ અનુ. જાતિ પ્રમુખ અશોકભાઈ હાથી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ લક્ષ્મણાસિંહ સોઢા, હોદ્દેદારો કાનજીભાઈ ગોહિલ, કેશુભા વાઘેલા, ડોલરરાય ગોર, હરિભાઈ રાઠોડ સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા તેવું પક્ષની એક યાદીમાં જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang