• ગુરુવાર, 16 મે, 2024

ધાણીથર નજીક બંદૂક સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા.29: રાપર તાલુકાના ગોવિંદપર નજીક ધાણીથરની તરકીયા સીમમાંથી પોલીસે એક શખ્સને રૂ.5000ની દેશી બંદુક સાથે પકડી પાડયો હતો. આડેસર-સામખિયાળી ધોરીમાર્ગ ગાગોદર નજીક એસઓજીની એક ટીમ પેટ્રોલીંગમાં હતી તેવામાં ધાણીથરની તરકીયા સીમમાં રામા સકતા ભરવાડના ખેતરમાં મજુરી તથા ચોકીદારીનુંકામ કરનારા ભાણા તેજા કોળી પાસે બંદૂક હોવાની પૂર્વબાતમી મળી હતી જેના આધારે ધાણીથર તરફ તા માર્ગે જમણી બાજુના કાચા માર્ગ ઉપર ટીમ ધસી ગઈ હતી જ્યાં શખ્સ કંતાનમાં બંદુક લઈને આવતો જણાયો હતો તેને પકડી પાડી તેની પાસેથી રૂ.5000ની બંદુક હસ્તગત કરવામાં આવી હતી. પરવાના વગરની બંદુક તેની પાસે ક્યાંથી આવી હતી તે બહાર આવ્યું નથી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang