• શુક્રવાર, 17 મે, 2024

ભુજવાસીઓને પાણી ખરીદવું પડે એ ભાજપની નિષ્ફળતા

ભુજ, તા. 29 : લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જ્યારે મોટી સભાઓ અને સોશિયલ મીડિયા દ્વારા જુઠ્ઠાણા ફેલાવી અને અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે, કેમ કે, રૂબરૂ પ્રચાર માટે તો ભાજપના લોકોને કચ્છના અડધાથી વધારે ગામોમાં પ્રવેશ નથી મળી રહ્યો, ત્યારે કોંગ્રેસ દ્વારા કચ્છમાં ગલીએ ગલીએ ને ગામે ગામે જઈને લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે, તેવું ભુજમાં કોંગ્રેસના ઉમેદવાર નીતેશ લાલણે જણાવ્યું હતું. શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર નીતિશ માતંગનો મુખ્ય બજારોમાં લોકસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો જોડાયા હતા. છઠ્ઠીબારી રિંગરોડ, ચોકફળિયું, જૂની શાકમાર્કેટ, હાંડલા બજાર, સોની બજાર, ઘીવાળી શેરી, વહાઇટ બિલ્ડિંગ, અનમ રિંગરોડ વિ. વિસ્તારોમાં પ્રચાર કરી કોંગ્રેસના ઉમેદવારોએ લોકો સાથે સંવાદ કર્યો હતો. સમસ્યાઓ જાણવા પ્રયાસ કર્યો હતો શહેરના વેપારીઓએ જીએસટીમાં રહેલી ગુંચો દૂર કરવા ઇન્કમટેક્સ વિભાગ તરફથી થતી કનડગત અટકાવવા, નાના ઉદ્યોગોમાં 45 દિવસે ફરજિયાત ચૂકવણું કરવાનો જે કાળો કાયદો મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તે કોંગ્રેસની ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનતા રદ કરવામાં આવે તેવી માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી ઉપરાંત ભૂકંપ પછી સરકાર દ્વારા ફ્લેટધારકોને નવી શરતે પ્લોટ ફાળવવામાં આવ્યા છે, તે પ્રીમિયમ ભર્યા વગર જૂની શરતમાં ફેરવવા વેપારીઓએ માંગ હતી. જે તે સમયે ડેવલોપમેન્ટ ચાર્જ ભર્યા પછી મળેલા પ્લોટ આજે પણ સંકટ સમયે વેચી શકાતા નથી,  ઉપરાંત શહેરમાં પાર્કિંગ પ્લોટો પર ભાજપના મળતિયા લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યાં છે, જે ખાલી કરાવી બજારમાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત પણ વેપારીઓએ કરી હતી. રખડતા ઢોરો દ્વારા છાશવારે અકસ્માતો દ્વારા લોકોને થતી જાનહાનિ નીવારવાની તાકીદે જરૂર છે, ઉપરાંત ભુજ શહેરમાં પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ તેના લીધે 15 દિવસ પાણી મળ્યું, તો બજારમાં પાણીની ખરીદી કરવામાં આવી બાબતે મહિલાઓમાં ખૂબ આક્રોશ છે અને ભાજપની નેતાગીરીને ચૂંટણીમાં ઘરભેગા કરી દેવાની વાત બહેનોએ પણ કરી હતી.   બજારમાં વડીલોએ શહેરમાં સફાઈ ખોરવાતાં ગટર વ્યવસ્થા શહેરમાં સીટી બસની સગવડ હોવાને છેલ્લા 30 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકારની નિષ્ફળતા ગણાવી હતી. શહેર પ્રમુખ કિશોરદાન ગઢવીએ વ્યવસ્થા ગોઠવી હતી. અગ્રણીઓ આદમ ચાકી, રામદેવાસિંહ જાડેજા, વિપક્ષ નેતા કાસમ સમા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાખાજી સોઢા, ફકીરમામદ કુંભાર, ઘનશ્યામાસિંહ ભાટી, જગદીશ જોશી, જયંતીલાલ પારેખ, શક્તાસિંહ ચૌહાણ, સંજય બાપટ, બટુકગિરિ ગોસ્વામી, ભૂપેન્દ્રાસિંહ જાડેજા, પુષ્પાબેન સોલંકી, આયસુબેન સમા, રસિકભાઈ જાડેજા, લાલી આદિવાલ, જેબુનિશા ખત્રી, હાસમ સમા, મંજુલાબેન ગોર, મહેબૂબ પખેરિયા, બલરાજ જોશી, કિરીટ મહેતા, દેવેન્દ્રાસિંહ જેઠવા, જૂમાભાઈ નોડે, અરજણ ભુડિયા, અમીરઅલી લોઢિયા, ગાવિંદ પટેલ, ગાવિંદ હીરાણી, પ્રેમજી પટેલ, તેજશી થારૂ, દિનેશ ગોહિલ, રામજી મહેશ્વરી, મીત જોશી, રજાક ચાકી વગેરે જોડાયા હોવાનું ગનીભાઈ કુંભાર અને સંકલન વિભાગના ધીરજ ગરવાની યાદીમાં જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang