• ગુરુવાર, 16 મે, 2024

ભાજપના ચાર, કોંગ્રેસના છ ઉમેદવારનો ઇતિહાસ ગુનાહિત

અમદાવાદ, તા. 29 (અમારા પ્રતિનિધિ તરફથી) : લોકસભા ચૂંટણીમાં એડીઆરનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ત્રીજા તબક્કાના ઉમેદવારોનું મિલકતથી લઈને ક્રિમિનલ રેકોર્ડ સુધીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ભાજપના 26 પૈકી 4 ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જ્યારે કોંગ્રેસના 23માંથી 6 ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગુજરાતમાં સૌથી વધારે દેવું ધરાવતા ઉમેદવારોની વાત કરીએ તો ભાજપના પૂનમ માડમ પર 53 કરોડનું દેવું, કોંગ્રેસના ચંદનજી ઠાકોર ઉપર 9 કરોડનું દેવું, કોંગ્રેસની જેની ઠુમ્મર ઉપર 3 કરોડનું દેવું છે. ગુજરાતના ઉમેદવારોની ગુનાહિત ઈતિહાસની વાત કરીએ તો ચૈત્ર વસાવા પર 13 કેસ, અનંત પટેલ પર 4 કેસ, અમિત શાહ પર 3 કેસ, હીરાભાઈ જોટવા પર 2 કેસ, છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવા પર 1 કેસ, ગેનીબેન ઠાકોર પર 1 કેસ, હિંમતાસિંહ પટેલ પર 2 કેસ, ચંદન ઠાકોર પર 1 કેસ, સુખરામ રાઠવા પર 1 કેસ, જશુભાઈ રાઠવા પર 1 કેસનો સમાવેશ થાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang