• મંગળવાર, 30 એપ્રિલ, 2024

રાજસ્થાનના `જોસ' સામે કોલકાતાની હાર

કોલકાતા, તા. 16 : અહીંના ઈડન ગાર્ડન ખાતે રમાયેલી 31મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જામેલા મુકાબલામાં કોલકાતાએ આપેલા 224 રનના લક્ષ્યને આંબવા મેદાને ઊતરેલી રાજસ્થાનની ટીમે જોસ બટલર (અણનમ)ની બળૂકી બેટિંગની મદદથી હાંસલ કર્યું હતું. જોસ બટલરે 60 દડામાં 9 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારી 107 રનની ઈનિંગ્સ રમી  ટીમને જીત અપાવી હતી, તો રિયાન પરાગે 14 દડામાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 34 રન કર્યા હતા, જ્યારે રોવમન પોવેલે 13 દડામાં 1 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા. કોલકાતાના બોલરો પૈકી મિચેલ સ્ટાર્કએ 4 ઓવરમાં કોઈ પણ વિકેટ લીધા વિના 50 રન આપ્યા હતા, તો સદી ફટકારનારા સુનીલ નારાયણે 4 ઓવરમાં 30 રન આપી 2 વિકેટ ખેરવી હતી, હર્ષિત રાણાએ 4 ઓવરમાં 45 રન આપી 2 વિકેટ લીધી હતી, જ્યારે વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 36 રન આપી 2 વિકેટ પાડી હતી. અગાઉ કેરિયરના પ્રારંભની શરૂઆત સ્પિનર અને પૂંછડિયા બેટધર તરીકે કરનાર કેરેબિયન ઓલરાઉન્ડર સુનીલ નારાયણ હવે કેરિયરના અંસ્તાચળમાં ફટકાબાજનું રૂપ ધારણ કરીને આઇપીએલમાં રનનો ધોધ વહાવી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધની આજની મેચમાં સુનીલ નારાયણની ઝડપી સદીની મદદથી કોલકતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 6 વિકેટે 223 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. ઓપનિંગમાં આવી પીંચ હિટરની ભૂમિકા ભજવી રહેલા નારાયણે 6 દડામાં 13 ચોગ્ગા અને 6 છગ્ગાથી 109 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. જો કે તેના સિવાય કેકેઆરનો અન્ય કોઇ બેટર મોટી ઇનિંગ્સ રમી શકયો હતો. આમ છતાં ઇડન ગાર્ડન પર કેકેઆર 223 રનનો સંગીન સ્કોર કરવામાં સફળ રહ્યંy હતું. આખરી ઓવરમાં કેકેઆરે 62 રનનો વધારો કર્યો હતો. ફિલ સોલ્ટ 10 રને આઉટ થયો હતો. 21 રને પહેલી વિકેટ પડયા બાદ નારાયણ અને રધુવંશી વચ્ચે બીજી વિકેટમાં 43 દડામાં 8 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. આથી રાજસ્થાનની બોલિંગ-ફિલ્ડિંગ છિન્નભિન્ન થઇ ગઇ હતી અને કોલકતાએ મોટા સ્કોર ભણી આગેકૂચ કરી હતી. રઘુવંશી 18 દડામાં ચોગ્ગાથી 30 રને આઉટ થયો હતો. કપ્તાન શ્રેયસ અય્યર (11) અને બિગ હિટર આંદ્રે રસેલ (13) નિષ્ફળ રહ્યા હતા. અંતમાં રિંકુ સિંહે 9 દડામાં 1 ચોગ્ગા-2 છગ્ગાથી 20 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. વૈંકટેશ અય્યર 8 રન કરી શકયો હતો. રાજસ્થાન તરફથી આવેશ ખાન અને કુલદીપ સેને 2-2 વિકેટ લીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang