• મંગળવાર, 30 એપ્રિલ, 2024

રન રમખાણમાં હૈદરાબાદની ફરી જીત

બેંગ્લોર, તા. 15 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ઇતિહાસના સૌથી હાઇસ્કોરિંગ મુકાબલાને હૈદરાબાદે 25 રનથી જીતી લીધો હતો. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હૈદરાબાદે ટ્રેવિસ હેડની 41 દડામાં 102 રનની ધમાકેદાર ઇનિંગ્સના બળે 287 રન બનાવ્યા બાદ બોલિંગના દમ પર બેંગ્લોરને 262 રને સીમિત રાખીને મેચ જીતી હતી. મેચમાં અનેક વિક્રમ બન્યા હતા. મેચમાં કુલ 549 રન બન્યા હતા, જે ટી-20 ઇતિહાસમાં સૌથી વધુ છે. પહેલાં હૈદરાબાદ-મુંબઇની મેચમાં કુલ 523 રન બન્યા હતા. હૈદરાબાદે આઇપીએલનો સર્વોચ્ચ જુમલો ખડકી પોતાનો 19 દિવસ પહેલાં બનાવેલો વિક્રમ તોડયો હતો. ટીમે 27 માર્ચે મુંબઇ સામે 277 રન બનાવ્યા હતા. વિશાળ જુમલાનો પીછો કરવામાં બેંગ્લોરે પણ કોઇ કચાશ બાકી રાખી હતી અને વિરાટ કોહલી (20 દડામાં 42)ની ધમાકેદાર શરૂઆત સાથે મેચ જીતવા પૂરો પ્રયાસ બતાવ્યો હતો. ફાફ ડુ પ્લેસીએ પણ 28 દડામાં સાત ચોગ્ગા, ચાર છગ્ગા સાથે 62 રન ઝીંકી દીધા હતા, પરંતુ મધ્યક્રમ ધાર્યો દેખાવ કરી શકતાં રન અને દડા વચ્ચેનું અંતર વધી ગયું હતું. દિનેશ કાર્તિકે પણ 35 દડામાં પાંચ ચોગ્ગા, સાત છગ્ગા સાથે 83 રન ઝૂડયા હતા, તે સાતમી વિકેટના રૂપમાં 244ના કુલ સ્કોરે આઉટ થતાં ટીમની આશાને ફટકો લાગ્યો હતો અને ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 26 રન બનાવી શકી હતી. હૈદરાબાદ વતી પેટ કમિન્સે સૌથી વધુ ત્રણ, મયંક માર્કન્ડેએ બે અને ટી. નટરાજને એક વિકેટ ખેરવી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે ફરી એકવાર હલ્લાબોલ કરીને આઇપીએલ ઇતિહાસનો સૌથી મોટો 287 રનનો સ્કોર ત્રણ વિકેટે નોંધાવી સૌથી મોટા સ્કોરનો પોતાનો વિક્રમ તોડયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ હૈદરાબાદના બેટધરોએ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રનની આંધી સર્જી હતી. ઉલ્લેખનીય છે કે, વર્તમાન સીઝનમાં હૈદરાબાદે મુંબઇ સામેના મેચમાં ત્રણ વિકેટે 277 રનનો રેકોર્ડ બનાવ્યો હતો. જે બે સપ્તાહની અંદર ખુદ ટીમે તોડી નાખ્યો છે. કાંગારુ ઓપનર ટ્રેવિસ હેડે ફક્ત 39 દડામાં સદી ફટકારી હતી. પહેલા દડાથી લઈને છેલ્લા દડા સુધી હૈદરાબાદના બેટધરોએ આરસીબી બોલરોને ભાજી-મૂળાની માફક ધોઇ નાખ્યા હતા. મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થયો હતો અને રનનું વાવાઝોડું ફૂંકાયું હતું. દરમ્યાન આજે આઇપીએલ-2024 સીઝનના 00 છગ્ગા પૂરા થયા હતા. જે 6880 દડામાં બન્યા છે અને તે પણ નવો રેકોર્ડ છે. પહેલાં 2018ની સીઝનમાં 7661 દડામાં 00 છગ્ગા લાગ્યા હતા. હૈદરાબાદની ઇનિંગ્સમાં રેકોર્ડ બ્રેક 22 છગ્ગા લાગ્યા હતા, જ્યારે 19 ચોગ્ગા પડયા હતા. ટ્રેવિસ હેડે સીઝનની સૌથી ઝડપી સદી ફટકારી હતી. તે 41 દડામાં નવ ચોગ્ગા, આઠ છગ્ગાથી 102 રને આઉટ થયો હતો. તેના અને અભિષેક શર્મા વચ્ચે પહેલી વિકેટમાં 49 દડામાં 108 રનની ભાગીદારી થઇ હતી, જ્યારે ક્લાસેને 31 દડામાં બે ચોગ્ગા અને સાત છગ્ગાથી વિસ્ફોટક 67 રન કર્યા હતા. માર્કરમ 17 દડામાં બે ચોગ્ગા-બે છગ્ગાથી 32 રને અને અબ્દુલ સમદ ફક્ત 10 દડામાં ચાર ચોગ્ગા, ત્રણ છગ્ગાથી 37 રને નોટઆઉટ રહ્યા હતા. આથી હૈદરાબાદે બેંગ્લુરુ સામે 20 ઓવરમાં ત્રણ વિકેટે વિક્રમી 287 રન ખડકયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang