ભુજ, તા. 29 : મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુથી
સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવાના હેતુથી શહેરમાં શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટ
તથા ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પ્રમુખ મીતાબેન ગોરની અધ્યક્ષતામાં રોજગારલક્ષી
સેમિનાર યોજાયો હતો. `ઉદ્યમી' કાર્યક્રમ અંતર્ગત મહિલાઓએ જોડાઇને રજિસ્ટ્રેશન
કરાવ્યું હતું. ટાઉનહોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમના પ્રારંભે મંચસ્થ માંડવીના ધારાસભ્ય
અનિરુદ્ધભાઇ દવે, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી,
ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર, જિ.પં. પૂર્વ પ્રમુખ
પારુલબેન કારા, માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઇ મુનવર, રસીલાબેન પંડયા, કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા,
શહેર ભાજપ મહામંત્રી રીતેનભાઇ ગોર, મંત્રી લીનાબેન
ડાભી, નગરસેવિકાઓ તથા મહિલા અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટય કરાયું
હતું. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેએ સર્વે ઉપસ્થિત મહિલા ગણનો
ભારત માતાની જયકાર સાથે આવકાર આપ્યો હતો અને ઉદ્યમથી જ સિદ્ધિ મળે છે, મનોરથથી નહીં તેમ સંસ્કૃત ઉક્તિ સાથે સમજાવાયું હતું. સનાતન સંસ્કૃતિને વરેલો
ભારત દેશ શિવશક્તિ બંનેને માને છે તેથી જ ચંદ્રયાનનું નામ શિવશક્તિ આપ્યું હોવાનું
ઉમેર્યું હતું. નરેન્દ્રભાઇ મોદીએ અનેક યોજનાઓ માટે ઓનલાઇન વ્યવસ્થા ગોઠવીને મહિલાઓને
મોટો અવસર પ્રાપ્ત કરાવ્યો હોવાનું જણાવતાં નારીઓને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા પ્રોત્સાહન
પૂરું પાડયું હતું. દીકરીના ભણતર પર ભાર મૂકતાં સરકારના સંપૂર્ણ સાથ-સહકારની ખાતરી
આપતાં તેમણે પાણી બચાવો, સ્વચ્છતા તથા વૃક્ષ બચાવો જેવા પર્યાવરણલક્ષી
મુદ્દા પર ભાર મૂક્યો હતો. શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ મીતાબેન ગોરે સૌને
આવકાર્યા હતા. માત્ર વોટ્સએપના માધ્યમથી એક જ અઠવાડિયામાં બે હજારથી વધુ એન્ટ્રી આવી
હોવાનો હર્ષ વ્યક્ત કર્યો હતો. ભુજ નગરપાલિકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ દરેક મહિલાઓને
કોઇ પણ કામ હોય, કોઇ પણ સમસ્યા હોય તો સંપર્ક કરવા જણાવ્યું હતું.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-ભુજના આસિસ્ટન્ટ કમિશનર ભારતીબા સોઢાએ મહિલાઓને સફળતાના સૂત્રો
સમજાવતાં જણાવ્યું કે, પ્રકૃતિનો મૂળ નિયમ સંઘર્ષ છે અને જ્યાં
સંઘર્ષ નથી ત્યાં સફળતા નથી. એક નાના બીજને પણ વટવૃક્ષ થવા સંઘર્ષ કરી જમીનને ચીરીને
બહાર આવવું પડે ત્યારે દરેક ત્રીએ આત્મનિર્ભર થવાના પગલાંરૂપે પોતાના દિવસના 24 કલાકોને મેનેજ કરતાં શીખવું
જોઇએ. તેમણે ત્રીઓ પગભર થાય તે માટે કાર્યરત અનેક યોજનાઓ અંગે માહિતી પૂરી પાડવા કેમ્પો
યોજી માર્ગદર્શન આપશે તેવું જણાવ્યું હતું. મહિલા અને બાળ અધિકારી ઓફિસ ડિસ્ટ્રીક્ટ
મિશન કો-ઓર્ડિનેટર ફોરમબેન વ્યાસે વિધવા સહાય, વહાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના સહિતની અનેક
યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ વધુ માંિહતી માટે 95103 06197 પર સંપર્ક સાધવા જણાવ્યું હતું.
તેમણે મ-મક્કમ મનથી, હિ-હિંમત સાથે,
લા-લડનારી એવી `મહિલા'ની વ્યાખ્યા
આપી હતી. મનીષભાઇ મહેતાએ બેંકની લોન વિશે માહિતી આપી હતી. ભારત સરકારની ડિજિટલ યોજના
અંતર્ગત બેંક ઓફ ઇન્ડિયાની 24 બ્રાન્ચ માટે મદદરૂપ રહેશે તેમજ બેંકની સ્કીમો વિશે માહિતગાર
કર્યા હતા. તે માટે મો. 77929 22625 પર સંપર્ક કરવા જણાવ્યું હતું. ધર્મિષ્ઠાબેન પ્રજાપતિએ પીએમએવાય
- પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે માહિતી આપી હતી. જિ.ભા. મહિલા મોરચા પ્રમુખ ગોદાવરીબેન
ઠક્કર, ભુજ ન.પા. શાસન પક્ષ નેતા કમલભાઇ ગઢવી,
ગડા ગ્રા.પં. સરપંચ અશોકભાઇ રબારી, સખી વન સ્ટોપ
સેન્ટરના ભાવનાબેન ઐય્યર, તેરા તુજકો અર્પણના હિતેષભાઇ ખંડોર,
બબીબેન સોલંકી, ગીતાબેન ડુંગરિયા, સાવિત્રીબેન જાટ, સેરબાનુબેન સિદિકી, અનિલભાઇ છાિડા, દીપકભાઇ ગોર, કદમગિરિ
માતાજી, દશરથગિરિ માતાજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બહોળી સંખ્યામાં
મહિલાઓએ ઉપસ્થિત રહી માહિતી મેળવી હતી અને રજિસ્ટ્રાશન કરાવ્યું હતું. સંચાલન તૃપ્તિબેન
ઠક્કર, મનીષાબેન સોલંકીએ કર્યું હતું.