લુણી, (તા.
મુંદરા), 29 : બારમતિ પંથમાં શારીરિક, માનસિક, કૌટુંબિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે મહેશ્વરી
સમાજની પરીણિત મહિલાઓ શ્રાવણ મહિનામાં 16 દિવસનું ગોરખુડા વ્રત રાખે છે. પૂ. મામૈદેવનાં વચન અને વ્રત
મહાત્મ્ય અનુસાર શ્રાવણ સુદ ચોથના લુંણગદાદાનાં સાંનિધ્યમાં કચ્છ અને કચ્છ બહારની વ્રતધારી
મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી અને સ્નાનવિધિ સંપન્ન કરી પરંપરાગત રીતે ગૌરીના
વસ્ત્રમાં ગણેશદેવનાં મંદિરમાં આરતી કરી હતી. આ પ્રસંગે ભચીબેન મૂળજીભાઈ નંજાર પરિવાર, પુત્ર હરિભાઈ અને લાલજીભાઈના સહયોગથી રાત્રે
અને બપોરના લાલજીભાઈ દનીચા ગ્રુપ દ્વારા ભોજન યોજાયું હતું. લખણઈ દેવી ગ્રુપ, વક્તા કરસનભાઈ કોચરા દ્વારા ગોખુડા
વ્રતના મહાત્મય ઉપર જ્ઞાન કથન કરાયું હતું, જેમાં એકત્ર થયેલી
તમામ રકમ શિક્ષણના વિકાસ હેતુ સ્કૂલને દાનરૂપે અપાઈ હતી. અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક
ટ્રસ્ટના પ્રમુખ કિશોર પીંગોલે દાતાઓનું સન્માન કર્યું હતું. ટ્રસ્ટના ભચુભાઈ પિંગોલ,
ખેતશીં સિંચ, નવીન ફફલ દ્વારા સ્વાગત કરાયું હતું.
મહામંત્રી ડો. એલ. વી. ફફલે દાતા હરિભાઈને સન્માન્યા હતા. આ પ્રસંગે કાનજી ભચુ સોધમ
અને શંકરભાઈ વ્યવસ્થામાં સહયોગી રહ્યા હતા. મૂળજી અબચુંગ, રામશીં
બામણિયા, પૂજારી મગનદાદા, નરેશભાઈ અને લુણંગધામના
તમામ વિદ્યાર્થીઓ, લખણઇદેવી ગ્રુપની બહેનો અને સેવકોએ જહેમત ઉઠાવી હતી.