• બુધવાર, 19 ફેબ્રુઆરી, 2025

અંજારમાં યોજાયો એક શામ દેશ કે નામ કાર્યક્રમ

અંજાર, તા. 29 : અહીંની સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા સંસ્કાર પ્રકલ્પ હેઠળ  ગણતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ `એક સામ દેશ કે નામ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  શાખાના પેટ્રન સભ્ય ત્રિકમદાસજી મહારાજ, ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા, આર.એસ.એસ. વિભાગ કાર્યવાહ રવજીભાઈ ખેતાણી, સુધરાઈ પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, બી.વી.પી. અંજાર શાખા પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પંડ્યા, મંત્રી હિતેષભાઇ પ્રજાપતિ, સંયોજક પરેશભાઈ સોની અને મેઘજીભાઈ રબારી દ્વારા દીપ પ્રાગટય કરાયું હતું. વંદે માતરમ્ના ગાન બાદ  ત્રિકમદાસજી મહારાજ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા. ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ  સંસ્થાનાં કાર્યોની નોંધ લઇ પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આવા કાર્યક્રમોના માધ્યમથી રાષ્ટ્રભાવ ઉજાગર થાય  છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ- વિભાગ કાર્યવાહ રવજીભાઈ ખેતાણીએ કહ્યું હતું કે, આજના સમયમાં પંચપરિવર્તનો પર કામ કરી રાષ્ટ્ર નિર્માણમાં દરેક નાગરિકે પોતાનું કર્તવ્ય નિભાવી રાષ્ટ્રસેવા કરવી જોઈએ. દેશભક્તિના ગીત-સંગીતે શ્રોતાઓને રાષ્ટ્રભક્તિમાં તરબોળ કરી દીધા હતા. નટરાજ એકેડેમી દ્વારા ભરતનાટ્યમ કૃતિ, વંદે માતરમ્ ગીત પર માણેક સ્કૂલના વિદ્યાર્થીઓએ રિંગ ડાન્સબી.પી.એસ.ઈ. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, હિરેન સોની - ગ્રુપના બાળકો દ્વારા દેશભક્તિ ગીત પર નૃત્ય કરી કાર્યક્રમની ભવ્યતામાં વધારો કરાયો હતો. નૃત્યમાં ભાગ લેનાર બાળકોને બીવીપી અંજાર શાખા સભ્યો જગદીશભાઈ હડિયા તથા અમિતભાઇ ચૌહાણ દ્વારા પ્રોહાત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આર.એસ.એસ. અંજાર નગર સંઘચાલક  ડો. અમિત પટેલ, ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર - કચ્છ પ્રાંતના પ્રમુખ દિપેનભાઈ પંડ્યા, પ્રાંત સહમંત્રી ભૂષણ ભટ્ટ, નગરપાલિકા ઉપપ્રમુખ  શિલ્પાબેન બુદ્ધભટ્ટી, કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા, શાસકપક્ષ નેતા નીલેશભાઈ ગોસ્વામી, પૂર્વ પ્રાંત પ્રમુખ ડો. પ્રો. તેજસભાઈ પૂજારા, એફસીઆઇ ગાંધીધામ - એ.જી.એમ. વરુણ સૂદજી વગેરે  ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જયદીપાસિંહ જાડેજા તેમજ હિતેશભાઈ રાવલે કર્યું હતું. કાર્યક્રમ દેશભક્તિની સાથે વર્તમાનમાં ચાલતા કુંભ મેળાની વિશેષ થીમ પણ રાખવામાં આવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd