નવી દિલ્હી, તા. 17 : વિદ્યાર્થીઓની
પરીક્ષા આવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોજીત કાર્યક્રમ `પરીક્ષા
પે ચર્ચા'ના
સાતમા મણકામાં પ્રખ્યાત મહિલા રમતવીર મેરી કોમ, અવની લેખરા
અને સુહાસ એલ. યતિરાજે છાત્રોને સલાહ આપી હતી કે, નિષ્ફળતા જ
સફળતાનો મોટો ભાગ છે. ખુશ ભલે રહો, પણ સંતુષ્ટ થજો નહીં.
મેરી કોમે કહ્યું હતું કે, `મારા માટે શરૂઆતમાં રમત રમવી બહુ
જ મુશ્કેલ હતી. લોકો કહેતા આ રમત ત્રીઓ માટે નથી. પરંતુ, 20 વર્ષના ખેડાણમાં મે મારી જાતને
સાબિત કરી બતાવી છે. તેથી મહેનત કરવી ખુબ જરૂરી છે. સુહાસે કહ્યું હતું કે, `જો શ્રેષ્ઠ વસ્તુ મેળવવી હોય તો
તે સહેલાઇપૂર્વક નહીં મળે. સંઘર્ષ ચાલતો રહેવો જોઇએ. સૂરજ જેમ ચમકવા તેની જેમ
તપવું પડશે.' અવનીએ કહ્યું હતું કે, તમે દરરોજ અડધો કલાક
એકાગ્રતાપૂર્વક વાંચશો તો વધુ ફાયદો થશે. શ્વાસની કસરત દ્વારા ધબકારા કાબુમાં રહે
છે જેથી તમે સારી રીતે કાર્ય કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, અગાઉ
વિક્રાંત મેસી, ભૂમિ પેડનેકર તથા મોટિવેશનલ સ્પીકર સદગુરુએ
પણ ચર્ચા કરી હતી.