• શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2025

નેટ પ્રેક્ટિસ દરમિયાન ઋષભ પંતને ઇજા

દુબઇ, તા.17: આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રારંભ પહેલા ટીમ ઇન્ડિયાની ચિંતા વધી છે. આજે દુબઇમાં ટ્રેનિંગ સેશન દરમિયાન વિકેટકીપર-બેટર ઋષભ પંત ઇજાગ્રસ્ત થયો હતો. તેની ઇજા ગંભીર લાગ રહી હતી. ઇજા પછી તે દર્દને લીધે જમીન પર સૂઇ ગયો હતો. ઋષભ પંત નેટમાં બેટિંગ પ્રેકટીસ કરી રહ્યો હતો ત્યારે હાર્દિક પંડયાનો દડો તેને લાગ્યો હતો. પંત હૂક કરવાના પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેના ડાબા પગના નીચેના ભાગે ઇજા થઇ હતી. આથી તે નીચે પડી ગયો હતો. બાદમાં તેને મેદાન બહાર લઇ જવાયો હતો અને તેને મેડિકલ ટીમે સારવાર આપી હતી. જો કે ઋષભ પંતની ઇજા વિશે ટીમ મેનેજમેન્ટ તરફથી કોઇ જાણકારી અપાઇ નથી. થીડી વાર પછી તે પગમાં પટ્ટી બાંધીને આવ્યો હતો. અને હળવી નેટ પ્રેક્ટિસ પણ કરી હતી. ભારતના અભ્યાસ સત્ર દરમિયાન કપ્તાન રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ અને કેએલ રાહુલે ભરપૂર પરસેવો પાડયો હતો. બોલરોએ પણ નેટમાં જોરદાર પ્રેકટીસ કરી હતી. ખાસ કરીને ગિલ વિરુદ્ધ શમીએ એકધારી બોલિંગ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd