• શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2025

પાંચોટિયાના બુટલેગર સામે પાસાનું શત્ર ઉગામાયું

ભુજ, તા. 18 : મૂળ માંડવીના પાંચોટિયા હાલે માંડવીના બુટલેગર દેવરાજ ગોપાલ ગઢવી વિરુદ્ધ પાસાનું શત્ર ઉગામાયું છે. અંગ્રેજી શરાબનું ગેરકાયદેસર રીતે વેચાણ કરી અસામાજિક પ્રવૃત્તિ ફેલવનારા મૂળ પાંચોટિયાના દેવરાજ ગોપાલ ગઢવી વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરને મોકલી અપાતાં તે ગ્રાહ્ય રહેતાં એલ.સી.બી.ના પી.આઇ. એસ. એન. ચુડાસમા, એ.એસ.આઇ. અનિરુદ્ધસિંહ રાઠોડ, હે.કો. ધર્મેન્દ્રભાઇ રાવલ, સૂરજભાઇ વેગડા, મહિલા કોન્સ. વર્ષાબેન ગાગલ, રાજલબેન મોતાએ વોરંટની બજવણી કરી દેવરાજને વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે રવાના કરવા તજવીજ કરી હતી. દેવરાજ વિરુદ્ધ 3.12 લાખ અને 1.84 લાખના શરાબના આ બે ઉપરાંત વર્ષ 2014થી અત્યાર સુધી જુદા-જુદા પોલીસ મથકમાં કુલ 24 શરાબ સંબંધી ગુના નોંધાયેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે માંડવી પોલીસ મથકે રાત્રે ત્રણ શખ્સે આવી પોલીસ મથકમાં તોડફોડ અને પોલીસ ઉપર હુમલાના આ ચકચારી બનાવ પાછળ પણ આ દેવરાજ કારણભૂત હોવાનો ગણગણાટ જે-તે સમયે સામે આવ્યો હતો. માંડવી પોલીસે દેવરાજને ઉપાડયો હોવાના પગલે પોલીસ મથકમાં ત્રણ ઇસમે હંગામો કર્યાનીય ચર્ચાએ જોર પકડયું હતું. જો કે, આ બનાવમાં કાગળો પર અન્ય વિગતો જાહેર થઇ હતી. આ બનાવમાં પોલીસે ત્રણે સામે ગુજસીટોક તળે પણ કાર્યવાહી કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd