• શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2025

ત્રણ તા. પંચાયતની પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો

ભુજ, તા. 18 : કચ્છમાં બે નગરપાલિકા સાથે ત્રણ તા. પંચાયતની પેટા ચૂંટણીમા ભાજપે ભવ્ય જીત મેળવી ભગવો લહેરાવ્યો હતો. ત્રણેય બેઠક પર કોંગ્રેસને કારમી હાર ખમવાનો વારો આવ્યો હતો. મુંદરા બ્યૂરોના અહેવાલ અનુસાર મોટી ભુજપુર ગામે યોજાયેલી  તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નારણ કાના સાંખરાનો  905 મતે ભવ્ય વિજય થયો હતો મતદાર વિભાગમાં મતદારોની કુલ સંખ્યા 3,848 હતી. કુલ 2700 મતોનું માન્ય મતદાન થયું હતું અને નારણ સાંખરાને 1789 તથા કોંગ્રેસના ઉમેદવાર રતન આસમાન સાંખરાને 884 મત મળ્યા હતા, જ્યારે 27 મત નોટામાં પડ્યા હતા. આજે ભાજપના વિજય બાદ ભાજપ સંગઠનના નેતાઓ, કાર્યકરો મોટી સંખ્યામાં મત ગણતરી સ્થળે ઊમટી પડ્યા હતા અને બાદમાં બપોરે મતવિસ્તારના ગામોમાં જઈને ભાજપ સંગઠને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.  બીજીતરફ, કોંગ્રેસે પણ તેમના સમર્થનમાં રહેલા મતદારોનો આભાર વ્યકત કર્યો હતો.  તો ગઢશીશાથી પ્રતિનિધિ જિજ્ઞેશ આચાર્યના અહેવાલ અનુસાર માંડવી તાલુકાથી દરશડીની તાલુકા પંચાયતની સીટ ખાલી પડેલ હતી જે ચાર ઉમેદવારો દ્વારા ચૂંટણી યોજાઇ હતી, જેમાં ભાજપના વિનોદ પુંજાભાઇ જબુઆણી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાનજી કરશન સંગાર, આમ આદમી પાર્ટીના હરીભાઇ ખેરાજ ગઢવી તથા અપક્ષના શિવજી રવજી મહેશ્વરી વચ્ચે ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના વિનોદ પુંજાભાઇ જબુઆણીનો 1708 મતે જ્વલંત વિજય થયો હતો. ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે, તા.પં.  પ્રમુખ કેવલ ગઢવી, તા. ભાજપ પ્રમુખ સામતભાઇ ગઢવી, યુવા પ્રમુખ ગોપાલભાઇ ગઢવી, મહામંત્રી મહેન્દ્રભાઇ રામાણી, જિ.પં. સદસ્ય કેશવજીભાઇ રોસિયા, તા.પં. સદસ્ય બળુભા જાડેજા (મકડા), અમૃતલાલ શિવદાસ છાભૈયા (એપીએમસી), પરષોત્તમભાઇ પટેલ, મનુભા જાડેજા, સુરેશ સેંઘાણી, દિનેશભાઇ સેંઘાણી, જીવરાજભાઇ સેંઘાણી (મમાયમોરા), વિશ્રામભાઇ સંગાર, પ્રફુલ્લભાઇ દડગા, અમૃતભાઇ પટેલ (લુડવા), મહેન્દ્રસિંહ જાડેજા (દરશડી), ચન્દ્રસિંહ જાડેજા (દરશડી), દીપકભાઇ ઠક્કર (દરશડી), હિતેશ સેંઘાણી વિગેરે ગ્રામજનો જોડાયા હતા. તો ભચાઉ પ્રતિનિધિના અહેવાલ અનુસાર લાકડિયા તાલુકા પંચાયતની બેકિમાં  નીરસ માત્ર 38 ટકા મતદાન થયા બાદ આજે  કરાયેલી મતગણતરીમાં  ભાજપની જંગી બહુમતીથી જીત થઈ હતી. ભાજપના ઉમેદવાર હરીભા ગઢવીએ 1658 મત મેળવ્યા હતા, જયારે કોંગ્રેસના ઉમેદવાર હિતેશ ગામીને 903 મત મળ્યા હતાં. આમ આ બેઠક ઉપર ભાજપની 755 વોટથી જીત થઈ હતી, જ્યારે નોટામાં 75 મત પડયા  હતા. કુલ 2636 મત પડયા  હતા. લાકડિયા, રાજણસર, જૂના કટારિયાનવા કાટારિયા, ખોડાસર, ચાંદ્રોડી, હબાયવાંઢ, રાજથલીના મતદારોએ મતદાન કર્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ રાણુભા જાડેજા , તાલુકા ભાજપ પ્રમુખ  વાઘજીભાઈ છાંગાએ અભિનંદન પાઠવ્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd