ભુજ, તા. 18 : તાલુકાના એક નાના ગામથી ગઇકાલે
સગીરાનું અપહરણ થતાં ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે આજે સગીરાના વાલીએ માનકૂવા પોલીસ મથકે
નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી જાનમામદ ઉર્ફે જાની મુસા સમા (રહે. રતિયા, તા. ભુજ)એ ગઇકાલે બપોરે ફરિયાદીની 17 વર્ષની દીકરીને લલચાવી, ફોસલાવી બદકામના ઇરાદે તેમના કાયદેસરના વાલીપણામાંથી
અપહરણ કરી લઈ ગયો છે. માનકૂવા પોલીસે પોક્સો-અપહરણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.