અયોધ્યા, તા. 18 : રામમંદિર પરિસરમાં ઊમટેલી ભક્તોની
ભીડની સાવ ઉપરથી ઊડતું ડ્રોન દેખાતાં ભારે હડકંપ મચી ગયો હતો. ગેટ નંબર-3 52 ઊડતાં દેખાયેલાં ડ્રોનને જો
કે, થોડીવારમાં જ સુરક્ષાદળોએ તોડી પાડયું હતું.
આ અંગે જાણ થતાં જ બોમ્બનાશક ટુકડી ધસી આવી હતી. ડ્રોનની સઘન તપાસ કરાતાં કંઇ જોખમ
જેવું મળ્યું નહોતું. પોલીસે ડ્રોન કેમેરો ઉડાવનાર શખ્સને પકડવા તલાશી અભિયાન છેડયું
હતું. ગુપ્ચર એજન્સીઓ પણ એલર્ટ બની ગઇ હતી.
ખાસ ઉલ્લેખનીય છે કે, રામમંદિર ક્ષેત્રમાં ડ્રોન ઉડાવવા પર કાનૂની
પ્રતિબંધ છે. એટલું જ નહીં, પરંતુ વિમાનને પણ રામમંદિર પરથી ઊડવા
દેવાની મંજૂરી નથી. અયોધ્યાના કટરા ચોકી ઇંચાર્જ સુનીલકુમારે રામ જન્મભૂમિ પોલીસ મથકે
એફઆઇઆર નોંધાવી હતી. એવી આશંકા વ્યક્ત થઇ રહી છે કે, મંદિર પરિસરમાં
ભક્તોની ભારે ભીડને જોતાં ભાગદોડ મચી જાય અને જાનહાની થાય તેવા નાપાક ઇરાદે ડ્રોન ઉડાવાયું
હોવું જોઇએ. રામમંદિરની એન્ટિડ્રોન સિસ્ટમ અઢી કિલોમીટરના વિસ્તારમાં કોઇ પણ ઊડતાં
ડ્રોનને પોતાની તરફ ખેંચી લેવાની તાકાત ધરાવે છે. રામમંદિરની સુરક્ષાની જવાબદારી સ્પેશિયલ
સિક્યુરિટી ફોર્સ પાસે છે. 200 જવાન સુરક્ષામાં તૈનાત છે.