• શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2025

ભુજમાં પુલિયાના પિલરમાં અજાણ્યો પુરુષ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો

ભુજ, તા. 18 : આજે શહેરમાં સ્વામિનારાયણ પુલિયાના છેડે પિલરમાં અંદાજે 45થી 50 વર્ષનો અજાણ્યો પુરુષ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળ્યો હતો. ગઈકાલે હાજાપર પાસે બાઈક પર આવતા દંપતીને છકડાએ ટક્કર મારતાં વરલીના 35 વર્ષીય ગીતાબેન જીતુભાઈ મકવાણાનું ગંભીર ઈજાનાં પગલે મૃત્યુ થયું હતું.  આજે સવારે 8:30 વાગ્યાના અરસામાં ભુજ સ્વામિનારાયણના પુલિયા પાછળ છેડાના ભાગે પુલિયાના પિલરમાં શાલ વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં આધેડ મળ્યો હતો. ફાંસો ખાધેલી હાલતમાં મળેલા આ અંદાજે 45થી 50 વર્ષના પુરુષે લીલા બ્લૂ કલરનું  લોઅર પહેરેલું છે અને જમણા હાથે ઓમ અને ત્રિશૂલ ત્રોફાવેલાં છે. એ-ડિવિઝન પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ પીએસઆઈ રવિ વાડલે હાથ ધરી ઓળખ શોધવા પ્રયાસ આદર્યા છે.  આ પુરુષ અંગે કોઈ કંઈ જાણતા હોય તો એ-ડિવિઝન પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. ભુજ તાલુકાના વરલીના જીતુભાઈ ડાયાભાઈ મકવાણા અને તેમના પત્ની ગીતાબેન મોટરસાઈકલ લઈને ગઈકાલે બપોરે ઘરે આવી રહ્યા હતા ત્યારે હાજાપર પાસે તેમની મોટરસાઈકલને  પાછળથી છકડા ચાલકે  ટક્કર મારતાં બાઈક પાછળ બેઠેલા ગીતાબેનને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ ગીતાબેનને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યાની વિગતો જીતુભાઈએ હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાવી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd