ભચાઉ, તા. 18 : ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં
17 બેઠક બિનહરીફ મેળવી લેવાયા
બાદ બાકીની ચાર વોર્ડની 11 બેઠકમાં યોજાયેલી
ચૂંટણીમાં પણ ભાજપના તમામ ઉમેદવારોની જીત થતાં 28 બેઠક જીતી લેતા નગરપાલિકામાંની તમામ બેઠકો ઉપર ભગવો લહેરાયો
હતો. આ સાથે વિપક્ષ માટે ઝઝુમતી કોંગ્રેસનો સંપૂર્ણપણે સફાયો થયો હતો. ઔદ્યોગિક તાલીમ
કેન્દ્ર ખાતે યોજાયેલી મતગણતરી પૂરી થઈ જતાની સાથે જ ઉમેદવારો અને ટેકેદારો, ભાજપના
કાર્યકરો, નગરજનો નવાં બસ સ્ટેશન પાસે ઓવરબ્રીજ નીચે આવી ગયા હતા. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ
જાડેજાએ વિજેતા ઉમેદવારેને અભિનંદન પાઠવી રાપરના
વિજયને વધાવવા નીકળી ગયા હતા. ગાંધીધામ-ભચાઉના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને વિજેતા
બિનહરીફ નગરસેવકો, ભાજપના કાર્યકરો સાથે વિજય સરઘસ નગરમાં નીકળ્યું
હતું. ભચાઉના આગેવાનોએ રાપર નગરપાલિકાની જીતનાં અભિનંદન ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને
પાઠવ્યાં હતાં. જાહેર થયેલાં પરિણામ ઉપર નજર કરીએ તો, વોર્ડ-1માં
ગીતાબેન વિજયભાઈ શામળિયા (1583), ચંદુલાલ બાબુલાલ પઢારિયા(1607), ચંપાબેન અંબાવી ગોઠી
(1596), ભારતકુમાર ખીમજી કાવત્રા પટેલ(2,136), વિજેતા બન્યા હતા. વોર્ડ-2માં બંસરીબેન ચિરાગભાઈ
સોની (1438), રમેશ વીરજી ચૌહાણ (બિનહરીફ), હરપાલસિંહ જીલુભા જાડેજા (1573), વોર્ડ-3માં કોલી
વેજીબેન મેઘાભાઈ બિનહરીફ રહ્યા હતા. રાધીબેન
પંકજકુમાર કારિયા બિનહરીફ, પેથા વસ્તા
રાઠોડ (1435), ચંદ્રેશ ખીમજી રાવરિયા (1266), વોર્ડ-4માં જિગીશા
અમીત દરજી બિનહરીફ, રક્ષાબેન પરેશભાઈ ઠક્કર (બિનહરીફ), વિજયસિંહ મેઘરાજસિંહ ઝાલા (બિનહરીફ),
રાજેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા (બિનહરીફ), વોર્ડ-પમાં
ઝુલેબખાબેન દાઉદ કુરેશી (બિનહરીફ), ભારતીબેન ભાવેશભાઈ પ્રજાપતિ (બિનહરીફ), જશાભા શિવદાનભા ગઢવી (બિનહરીફ), શેલનીશા ભચલશા સૈયદ(બિનહરીફ),
વોર્ડ-6માં કોકીલાબેન વિનોદભાઈ જોષી (બિનહરીફ), કાસમભાઈ હાજીભાઈ ઘાંચી (1367), પ્રવીણદાન ભીખુદાન ગઢવી
(1279) મત મેળવી વિજેતા બન્યા હતા.
વોર્ડ-7માં
કલ્પનાબેન ચેતનભાઈ નીસર (બિનહરીફ), અમરતબેન મનજીભાઈ કોલી(બિનહરીફ), દેવશીભાઈ રામાભાઈ રબારી
(બિનહરીફ), રમજુભાઈ ઈશાભાઈ કુંભાર (બિનહરીફ) થયા હતા. પરાજિત
કોંગ્રેસના ઉમેદવારોમાં વોર્ડ-1નાં નીતાબેન મેઘવાળ (223), મોહનભાઈ દરજી (124), વોર્ડ-2માં નીતાબેન મેઘવાળ (112), વોર્ડ-3માં મનજીભાઈ
રાઠોડ (604) મત મેળવ્યા હતા. સાત બેઠક ઉપર કોંગ્રેસના ચાર ઉમેદવાર પૈકી મનજીભાઈ
રાઠોડ ડિપોઝીટ બચાવી શકયા હતા. બાકી
ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ હતી. જીત બાદ વિજય સરઘસ નીકળ્યું હતું. ઢોલ નગારા સાથે ફટકાડા
ફોડીને જીતની ઉજવણી કરવામાં આવી હતી. અહીંથી
પસાર થતી ગુજરાતભરની એસ.ટી. બસના પ્રવાસીઓએ ઉજવણીનો માહોલ નીહાળ્યો હતો. આનંદપૂર્વક
એકબીજાને મીઠું મો કરીને જીતની શુભેચ્છા પાઠવી
હતી. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, અરજણ રબારી, તાલુકા પંચાયના પ્રમુખ રાણુભા જાડેજા,
તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા, શહેર ભાજપ
પ્રમુખ વિશાલ કોટક, પૂર્વ
પ્રમુખ આઈ.જી. જાડેજા, જયદિપસિંહ જાડેજા, વિકાસ રાજગોર, ઈલાબેન ગોવિંદભાઈ ફુરિયા, જાગૃતિબેન બાબુભાઈ શાહ, ટીના મારાજ, સતિશ મેતા, રઘુભા વાઘેલા, મહેન્દ્રસિંહ નવુભા જાડેજા, ખાનજી ફફલ, વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જલારામ મંદિર પાસે વીરેન્દ્રસિંહ જાડેજાના કાર્યાલય
ખાતે વિજય સરઘસ સભામાં ફેરવાયું હતું. આ વેળાએ શહેરના વધુને વધુ વિકાસની નેમ વ્યકત કરવામાં આવી
હતી અને ભવ્ય જીત અપાવવા બદલ ભચાઉની પ્રજા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી
હતી. શહેરના વેપારીઓએ મીઠું મેં કરાવીને વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યાં હતા ં.