• શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2025

દયાપરની મહિલા વેપારી સાથે મહિલા દ્વારા જ ઓનલાઇન છેતરપિંડી

ભુજ, તા. 18 : લખપત તાલુકાના દયાપરમાં કાપડના મહિલા વેપારી સાથે કાપડના બહાને અજાણી મહિલાએ રૂા. 1,13,975ની ઓનલાઇન ઠગાઇ થઇ હતી. જો કે, દયાપર પોલીસે આ છેતરપિંડીની પૂરેપૂરી રકમ પરત અપાવી સરાહનીય કામગીરી કરી હતી. આ અંગે દયાપર પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ સાયબર ક્રાઇમના ગુના અટકાવવા તથા શોધવા અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શનના પગલે દયાપરના પી.આઇ. વી.વી. ભોલાએ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં હે.કો. અજયભાઇ એસ. દેસાઇએ દયાપરમાં કાપડનો વેપાર કરતા અરજદાર સહેનાઝબેન હબીબ નોતિયાર સાથે થયેલી ઓનલાઇન છેતરપિંડીની પૂરેપૂરી રકમ પરત અપાવી હતી. સહેનાઝબેનને એક મહિલાનો ફોન આવ્યો હતો અને પોતે કાપડની વેપારી હોવાનું જણાવી કપડા લેવા કપડાની ડિઝાઇન મોકલી હતી. આથી સહેનોઝબેને કાપડનો ઓર્ડર આપી ગૂગલ પેથી રૂા. 1,13,975 નાખ્યા હતા. આ બાદ કાપડ ન મળતાં તેમની સાથે ઠગાઇ થયાની ધ્યાને આવતાં દયાપર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક મદદરૂપ થઇ પત્રવ્યવહાર અને ટેકનિકલ રિસોર્સના આધારે અરજદારે ગુમાવેલી પૂરેપૂરી રકમ તેઓના ખાતામાં પરત અપાવાઇ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd