ભુજના ઐતિહાસિક જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે પહેલી માર્ચ સુધી ચાલનાર
મેડિકલ ફ્રેન્ડશિપ કપ સિઝન-2નો અગ્રણીઓની
ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો. 12 ટીમના 168 ખેલાડી આ સ્પર્ધામાં પોતાનું
કૌવત દેખાડવાના છે. પ્રથમ મેચ કતિરા નાઇટ રાઇડર્સ અને કચ્છ ઓર્થોપેડિક ટીમ વચ્ચે રમાઇ
હતી. સ્પર્ધાના પ્રારંભ સમયે કચ્છમિત્રના તંત્રી દીપક માંકડ, ડો. મુકેશ ચંદે, હરીશ
કતિરા, આઇએમએ ભુજના પ્રમુખ ડો. નરેશ ભાનુશાલી ઉપરાંત તબીબી ક્ષેત્ર
સાથે સંકળાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય તસવીરમાં દીપ પ્રાગટય કરતા અગ્રણીઓ,
તો ઇન્સેટમાં થતી ટોસવિધિ નજરે પડે છે.