રાપર, તા. 18 : વાગડનાં કેપિટલ એવાં રાપરની
નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થતાં રાપર નગરપાલિકામાં પુન: ભગવો લહેરાતાં
ભાજપની છાવણીમાં આનંદ છવાયો હતો, તો અસ્તિત્વનો
જંગ લડતી કોંગ્રેસનાં સાત ઉમેદવાર વિજયી થતાં રાપરમાં કોંગ્રેસે તેનું અસ્તિત્વ ટકાવી
રાખ્યું હતું. રાપરમાં ભારતીય જનતા પાર્ટીનું 10 વર્ષનું શાસન અને ધારાસભ્યના
બે વર્ષના વિકાસલક્ષી શાસન ઉપર રાપરની પ્રજાએ વિશ્વાસ મુકયો હતો. સવારે નવ વાગ્યે બંને
પક્ષના એજન્ટો, ઉમેદવારો અને જવાબદાર પ્રતિનિધિઓની
ઉપસ્થિતિમાં શરૂ થયેલાં કાઉન્ટિંગમાં શરૂઆતમાં જ પહેલા વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા
બનતાં જ ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવી ગયા હતા, તો બીજા વોર્ડનાં
પરિણામોએ ઉત્સાહ બેવડાવ્યો હોય તેમ બીજા વોર્ડમાં પણ ભાજપની પેનલ વિજેતા બની હતી. ત્રીજા
વોર્ડમાં બંને પક્ષનાં બે-બે ઉમેદવાર વિજયી થતાં કોંગ્રેસનું ખાતું ખૂલ્યું હતું. રાપર
નગરપાલિકામાં આજ સુધી પેનલ ટુ પેનલ જ હાર- જીત થતી હતી, તે વિક્રમ
ત્રીજા વોર્ડનાં પરિણામોએ તોડયો હતો. ચોથા વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થતાં જ ભાજપની
તરફેણમાં ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું, ત્યાં પાંચમા વોર્ડમાં આખી
કોંગ્રેસની પેનલનો વિજય થતાં કોંગ્રેસનાં ખાતામાં છ બેઠક આવી હતી. કોંગ્રેસ માટે આશાસ્પદ
અને ગઢ એવા છઠ્ઠા વોર્ડમાં ભાજપે ધાડ પાડી
હોય તેમ છઠ્ઠા વોર્ડમાં ભાજપને ત્રણ બેઠક મળી હતી, તો કોંગ્રેસે
એક બેઠકથી જ સંતોષ માનવો પડયો હતો. સાતમા વોર્ડમાં પણ ભાજપનું બુલડોઝર ફરી વળતાં ચારેય
બેઠક ભારતીય જનતા પાર્ટીની ઝોળીમાં આવી હતી. આમ સાતેય વોર્ડમાં ભાજપના ખાતે 21 અને કોંગ્રેસના ખાતે સાત બેઠક
આવતાં ભારતીય જનતા પાર્ટી માટે સત્તાનો માર્ગ મોકળો થયો હતો, તો એક અંકમાં જ સમેટાઈને રહી ગયેલી કોંગ્રેસે
વિપક્ષમાં બેસવાનો સમય આવ્યો હતો. અલબત્ત કોંગ્રેસનું અસ્તિત્વ ટકી રહ્યું હતું. 12 વાગ્યા સુધી પરિણામો સ્પષ્ટ
આવી ગયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજેતા ઉમેદવારોનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું
હતું, જે દેનાબેંક ચોકમાં સભામાં ફેરવાયું હતું જ્યાં
રાપરના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાએ વિજયી ઉમેદવારોને અભિનંદન આપીને રાપર નગરને
વિકાસના માર્ગે લઈ જવાનો સંકલ્પ કર્યો હતો. વિજયી ઉમેદવારો વાજતે-ગાજતે દેનાબેંક ચોક
આવ્યા હતા અને વિશાળ જનમેદની વચ્ચે ઉપસ્થિત જિલ્લા ભાજપના આગેવાનોએ રાપર નગરની જનતાનો
આભાર માનીને વિજયોત્સવ મનાવ્યો હતો. ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને યુવાન નેતા
કુલદીપાસિંહ જાડેજાએ આ વિજય રાપરની જનતાનો છે અને કોંગ્રેસના દુષ્ટ પ્રચારનો જડબાતોડ
જવાબ પ્રજાએ આપ્યો છે, ત્યારે રાપરને વિકાસના માર્ગે લઈ જવાનું
વચન આપ્યું હતું. રાપર શહેરની પ્રજાએ જાતિવાદી રાજકારણને જાકારો આપ્યો છે અને વિકાસમાં
વિશ્વાસ બતાવી મતદાન કર્યું છે, હવે રાપરમાં માત્ર વિકાસની વાત ચાલશે. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની મહેનતથી ભાજપને જંગી બહુમતી સાથે જીત મળી હોવાની લાગણી વ્યક્ત કરાઈ હતી. જિલ્લા
ભાજપના મંત્રી અને રાપર નગરપાલિકાના ચૂંટણી ઇન્ચાર્જ વસંતભાઈ કોડરાણીએ વિજયી નીવડવા
બદલ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે વિકાસભાઈ રાજગોર, રાજુભા જાડેજા, હમીરાસિંહ સોઢા, બળવંત ઠક્કર, સૈયદ અનવરશા, લક્ષ્મણાસિંહ
સોઢા, ભગુદાન ગઢવી, મહેન્દ્રાસિંહ વાઘેલા,
ડોલરરાય ગોર, બબીબેન સોલંકી, કિશોરભાઈ મહેશ્વરી, નશાભાઈ દૈયા, દિનેશભાઈ કારોત્રા વગેરેએ આ પ્રસંગે વક્તવ્ય આપ્યું હતું. ઉત્સાહસભર કાર્યક્રમમાં
ઉપસ્થિતોએ ભારતીય જનતા પાર્ટીના આગેવાન ગોરધનભાઈ ઝડફિયા, સાંસદ
વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ,
મહામંત્રી ધવલભાઇ આચાર્ય, રાપર નગરપાલિકાના ચૂંટણી
સહ ઈન્ચાર્જ ઉમેશભાઈ સોની, શહેર મંડળ પ્રમુખ લાલજીભાઈ કારોત્રા,
મહામંત્રી મેહુલભાઈ જોષી વગેરે આ ચૂંટણી દરમિયાન સતત કાર્યરત રહીને વિજય
અપાવવામાં સહભાગી થયા હતા. આ પ્રસંગે કેશુભાઈ વાઘેલા, હઠુભા સોઢા,
રશ્મિન દોશી, રમણીકલાલ ખંડોલ, પંકજભાઈ ઠક્કર, કાનજીભાઈ પટેલ, રામજીભાઈ ચાવડા, કાંતિલાલ ઠક્કર, વિનુભાઈ થાનકી, સગરામભાઈ ચૌધરી, ઉકાભાઇ મૂછડિયા, રમેશભાઈ ચાવડા, રામજીભાઈ મૂછડિયા, કમલાસિંહ સોઢા, શક્તાસિંહ જાડેજા, કાનજીભાઈ આહીર, હરિભાઈ રાઠોડ, દિલીપભાઈ જાદવ, ઘનશ્યામભાઈ
મુંજાત, નરશી સરૈયા, બાબુભાઈ ભરવાડ,
શૈલેષભાઈ શાહ, શામજીભાઈ આહીર, હાજી સાહેબ, ભાવેશ ગારિયા, તુલસીભાઈ
ઠાકોર, અલ્પાબેન ગોસ્વામી, નર્મદાબેન સોલંકી,
રીટાબેન શર્મા, મનોરમાબેન સોલંકી, પ્રીતિબેન દરજી, સંગીતાબેન, જેરામભાઈ
કારોત્રા, મધુભા વાઘેલા, દેવભા વાઘેલા,
શૈલેષભાઈ ભીંડે, લક્ષ્મણભાઈ ભરવાડ, સતિષભાઈ ભરવાડ, મુકેશ ચૌધરી, પ્રકાશભાઈ
ભ્રાસડિયા, ભાવિકભાઈ ઠક્કર, ભાવિકભાઈ સોની,
પ્રવીણાસિંહ વાઘેલા, અરાવિંદાસિંહ જાડેજા,
ધર્મેન્દ્ર શિયારિયા, પેથાભાઇ રાવરિયા,
રામજીભાઈ રાજપૂત, વેલજીભાઈ સિંધવ, દામજીભાઈ રાવરિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાપર નગરપાલિકા
ચૂંટણીમાં ઉમેદવારોની હાર-જીતનું સરવૈયું વોર્ડ નંબર 1 : વિજેતા ઉમેદવાર (1) અનિતાબેન રામજીભાઈ મૂછડિયા
(1550), (2) ભાણજી રણછોડ ભ્રાસડિયા (1551), (3) મહેબૂબ રમજુ કુંભાર (1392), (4) હંસા દિનેશ પટેલ (1354) ચારેય ભાજપ.પરાજિત ઉમેદવાર
: (1) નાવીબેન વીરાભાઈ ડોડિયા (946), (2) માનાબેન મોરારભાઈ ચાવડા (926), (3) મુસ્તાક મોહમદ નોડે (878), (4) સુરેશ લાધાભાઈ કારોત્રા (899) ચારેય કોંગ્રેસ, પ્રવીણ પાંચાભાઈ કોળી (282) (આપ). વોર્ડ નંબર-2 : વિજેતા ઉમેદવાર : (1) જામાસિંહ હરાસિંહ સોઢા (1723), (2) દક્ષાબેન વિજયગર ગુંસાઈ (1616), (3) મહેશકુમાર મૂળજીભાઈ પરમાર (1621), (4) મુનીરાબાનુ અબુબકર ખત્રી (1476) ચારેય ભાજપ. પરાજિત ઉમેદવાર : (1) અશોક વીરાભાઈ રાઠોડ (790), (2) રેહાના સલીમભાઈ નોડે (609), (3) વિપુલ નામેરીભાઈ રાઠોડ (613), (4) હુસેના દિલાવર ચૌહાણ (492) ચારેય કોંગ્રેસ, હરેશભાઈ પોપટભાઈ કોલી (114) (આપ), આંબાભાઈ મ્યાજર રાઠોડ (165) (અપક્ષ). વોર્ડ નંબર-3 : વિજેતા ઉમેદવારો : (1) ખીમીબેન કરસનભાઈ ઠાકોર-કોંગ્રેસ
(858), (2) દેવીબેન કાનજીભાઈ આહીર-ભાજપ
(946), (3) પુંજાભાઈ ગેલાભાઈ ચૌધરી-કોંગ્રેસ
(1003), (4) બબીબેન માનસંગભાઈ સોલંકી-ભાજપ
(881). પરાજિત ઉમેદવારો : (1) કાનીબેન રાજાભાઈ આરેઠિયા-કોંગ્રેસ (920), (2) પેથા રવા રાવરિયા-ભાજપ (924), (3) રામજી બાઉ પરમાર-ભાજપ (828), (4) સવિતાબેન વીરાભાઈ રાઠોડ-કોંગ્રેસ (751), (5) વિનોદ મલાભાઈ ભદ્રુ-આપ (88), (6) શાંતિબેન રાસંગભાઈ પરમાર-અપક્ષ
(45). વોર્ડ નંબર-4 : વિજેતા ઉમેદવારો : (1) ગાયત્રીબેન ભગવાનદાન ગઢવી (બિનહરીફ), (2) ચાંદ દિલીપભાઈ
ઠક્કર (798), (3) વિકાસ વનેચંદ શાહ (711), (4) હસુમતીબેન ગણપતલાલ સોની (667) ચારેય ભાજપ. પરાજિત ઉમેદવારો
: (1) જાગૃતિબેન મુકેશપુરી ગૌસ્વામી
(226), (2) રાજેશભાઈ બાઉભાઈ ડોડિયા (233) ઉપરોક્ત બંને કોંગ્રેસના ઉમેદવારોએ
ભાજપને લેખિત ટેકો જાહેર કર્યો હતો. વોર્ડ નંબર-5 : વિજેતા ઉમેદવારો : (1) અરાવિંદ જગદીશભાઈ માલી (1018), (2) ગીતાબેન ઈશ્વરલાલ સોની (993), (3) રાજુભાઈ મહાદેવભાઈ ચૌધરી (1002), (4) હેતલબેન મિતુલભાઈ મોરબિયા (925) ચારેય કોંગ્રેસ. પરાજિત ઉમેદવારો : (1) દીપક વાલજીભાઈ વાવિયા (896), (2) નવીન ધરમશી માલી (882), (3) પ્રીતિબેન ઈશ્વરભાઈ દરજી (909), (4) સંગીતાબેન જયેશભાઈ સોની (801) ચારેય ભાજપ. વોર્ડ નંબર. 6 : વિજેતા ઉમેદવારો : (1) ફુલીબેન ધનજી ગોહિલ-કોંગ્રેસ
(939), (2) મનજી દેવા ભાટેસરા (1088), (3) મુરીબેન પેથાભાઈ રજપૂત (1061), (4) રસીલાબેન રમેશભાઈ ચાવડા (1079) ત્રણેય ભાજપ. પરાજિત ઉમેદવારો
: (1) દિનેશ ભચુભાઈ ઠક્કર (961), (2) રાજીબેન જેઠાભાઈ ચૌધરી (942), (3) રાજેશ રામજી મસૂરિયા (785) ત્રણેય કોંગ્રેસ, (4) કાંતિભાઈ
લખમણભાઇ ગોહિલ-આપ (85), (5) નાનજી
રણછોડ દેવીપૂજક-અપક્ષ (114) (ભાજપને લેખિત
ટેકો આપ્યો હતો), (6) સતિષ ભનુભાઇ ભરવાડ-ભાજપ (931), (7) શશીકાંત ભુરાલાલ ઠક્કર-અપક્ષ
(49). વોર્ડ નંબર 7 : વિજેતા ઉમેદવારો : (1) મહાવીરાસિંહ હેતુભા જાડેજા (1158), (2) માલીબેન રમેશભાઈ સંઘાર (1099), (3) રાણાભાઇ કાનાભાઈ પરમાર (999), (4) શિલ્પાબેન હિંમતભાઈ કોલી (927) ચારેય ભાજપ. પરાજિત
ઉમેદવારો : (1) કસ્તુરબેન જેઠાલાલ ઠક્કર-કોંગ્રેસ
(501) (ભાજપમાં જોડાયા હતા), (2) કાંતિભાઈ
લખમણભાઇ ગોહિલ-આપ (277), (3) મેઘીબાઈ
ડાયાભાઈ કોલી-કોંગ્રેસ (489), (4) રમીલાબેન
પ્રકાશભાઈ પરમાર-કોંગ્રેસ (256), (5) લખમણભાઇ
ગોરાભાઈ ચૌહાણ-કોંગ્રેસ (538).