• શુક્રવાર, 28 જૂન, 2024

ભુજની તેર વર્ષીય બાળકી કરે છે અવનવા યોગ કરતબ

ભુજ, તા.22: શુક્રવારે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં યોગ દિવસ ઉજવાયો હતો ત્યારે ભુજની એક બાળકી નાનપણથી જ આ યોગ પ્રવૃતિમાં જોડાઈ અવનવા યોગ કરતબ દેખાડી આ વિદ્યાને આત્મસાત કરી રહી છે. દેવલ સામભાઈ ગઢવી નામની આ બાળકી પાંચ વર્ષની હતી ત્યારે ઝાડ કે દિવાલ પરથી કુદકા લગાવતી. એ પ્રવૃતિને તેમના માતાએ યોગ તરફ વાળવા માટે નિમીત બનાવી હતી. કેન્દ્રીય વિદ્યાલયમાંથી અભ્યાસ કરતી દેવલે બે વખત ગોલ્ડ અને બે વખત સિલ્વર મેડલ જિલ્લા સ્તરે જીત્યા હતા. સાઈકલીંગ, મેરેથોન સહિતમાં આ બાળકી અગ્રેસર રહેતી હોવાનું ઉમા યોગ કેન્દ્રના ભાવનાબેન તથા યોગ કોચ જાનકીબેન જોશીએ જણાવ્યું હતું. યોગ દિવસે દેવલે વિવિધ સ્થળે પોતાના યોગ કરતબ દેખાડી સૌને પ્રભાવિત કર્યા હતા. બાળકી પાસે આ એક ઈશ્વરીય દેન હોવાનું પીટી શિક્ષક સુનિલભાઈ અને આચાર્ય શ્રી રાવતે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang