• શનિવાર, 18 જાન્યુઆરી, 2025

ભારતના ઉદ્યોગો ભાવિ માટે તૈયાર : મોદી

નવી દિલ્હી, તા. 17 : દેશનો સૌથી મોટો ઓટો શો, ભારત મોબિલિટી એક્સપો શુક્રવારથી શરૂ થયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભારત મંડપમમાં મોબિલિટી ગ્લોબલ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું.  મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, સરકાર એક એવી મોબિલિટી સિસ્ટમ ઉપર કામ કરી રહી છે જે અર્થવ્યવસ્થા અને ઈકોલોજીને મદદ કરી શકે છે. ભારતની ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીને લઈને પીએમ મોદીએ કહ્યું હતું કે, આ ઉદ્યોગો ભવિષ્ય માટે પૂરી રીતે તૈયાર છે. ભારતનો ઓટો ઉદ્યોગ ગયા વર્ષે અંદાજીત 12 ટકાની તેજીથી આગળ વધી છે. તેમણે પોતાની વાત ઉપર ભાર મૂકીને કહ્યું હતું કે, ઘણા દેશોમાં એટલી વસ્તી પણ નથી જેટલી ભારતમાં દર વર્ષે ગાડીઓ વેચાઈ રહી છે. પીએમ મોદીએ સમય સાથે બદલાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે એક સમયે ભારતમાં ગાડીઓ ન ખરીદવાનું કાર સારા અને પહોળા માર્ગનો અભાવ પણ હતું. ગયા વર્ષે બજેટમાં માળખાંકીય વિકાસ માટે 11 લાખ કરોડ રૂપિયાથી વધારે ભંડોળ ફાળવવામાં આવ્યું હતું. આજે ભારતમાં મલ્ટીલેન હાઈવે અને એક્સપ્રેસવે છવાઈ રહ્યા છે.  પીએમ મોદીએ ઝડપથી વધતી ભારતીય અર્થવ્યવસ્થામાં મોબિલિટી સેક્ટરના યોગદાનની પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત આજે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. કલ્પના કરવામાં આવે કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તો ઓટો માર્કેટ ક્યાં હશે. વિકસિત ભારતની યાત્રામાં મોબિલિટી સેક્ટરની અભૂતપૂર્વ વિસ્તારની યાત્રા થવાની છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd