• શનિવાર, 18 જાન્યુઆરી, 2025

વડનગરમાં વિકાસ અને વિરાસતનો સમન્વય

અમદાવાદ, તા. 16 (અમારા પ્રતિનિધિ તરફથી) : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી   અમિતભાઈ શાહના હસ્તે વડનગરને વિવિધ વિકાસ કામોની ભેટ  મળી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી એ વડાપ્રધાન ની વતનભૂમિ વડનગર સાથેની નિસ્બતનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, વડનગરના સંતાન અને વૈશ્વિક નેતા  નરેન્દ્ર મોદીએ બાળપણમાં અનુભવેલી ગરીબીને કરુણાભાવમાં બદલી નાખીને દેશના કરોડો ગરીબો, બાળકો, મહિલાઓ, ખેડૂતો, આદિવાસીઓ અને છેવાડાના માનવીના ઉત્કર્ષનું પ્રેરણાબળ બનાવ્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે, વિશ્વ આખું જેમને નેતા તરીકે સ્વીકારે છે તેવા વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરને વૈશ્વિક નકશે મૂકવાનો આજનો આ કાર્યક્રમ છે.  કેન્દ્રીય ગૃહ મંત્રીએ વડાપ્રધાનની ગુજરાતના મુખ્યમંત્રી તેમજ દેશના વડાપ્રધાન તરીકેના જનહિતકારી, વિકાસલક્ષી કાર્યશૃંખલાનો ચિતાર આપતા ઉમેર્યું કે, વડનગરમાં ઉછરેલા મોદીજીના જીવન- કાર્યોને એક ભાષણમાં શબ્દોની મર્યાદામાં વર્ણવા અઘરા છે.   કેન્દ્રીય ગૃહ મંત્રી એ પુરાતન નગરી વડનગરના પુરાતત્ત્વીય વારસાને ઉજાગર કરતું  આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો, તે નવનિર્મિત પ્રેરણા સ્કૂલ અને અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ કર્યું હતું. તેમણે વડનગરમાં જાહેર સભાને સંબોધી હતી. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, વડનગરની ભૂમિ આજે નવું સ્વરૂપ આકાર પામી રહી છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અનંત અનાદિ વડનગરનો આ કાર્યક્રમ અનેક આયામોને મૂર્તિમંત કરનારો છે. બહુચરાજી, અંબાજી, તારંગા જેવા ઉત્તર ગુજરાતના પ્રવાસ વૈવિધ્યમાં વડનગર ઉમેરાયું છે એ આપણા સૌના માટે ગૌરવની વાત છે.  પ્રેરણા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડનગરની જે પ્રાથમિક શાળામાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અભ્યાસ કર્યો હતો તેને ભારત સરકાર દ્વારા 'પ્રેરણા પ્રોજેક્ટ' હેઠળ અધ્યતન રૂપ આપવામાં આવ્યું છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd