• શનિવાર, 18 જાન્યુઆરી, 2025

નાના દિનારા-ફઝલવાંઢ રસ્તો અતિ જર્જરિત થતાં ગ્રામજનો ત્રસ્ત

નાના દિનારા (તા. ભુજ), તા. 17 : તાલુકાના પચ્છમ વિસ્તારના નાના દિનારા-ફઝલવાંઢનો રસ્તો અતિ જર્જરિત થતાં ગ્રામજનો ત્રસ્ત થયા છે. જિલ્લા પંચાયત સભ્ય તૈયબ ઇબ્રાહીમ સમા તથા માજી સરપંચ નૂરમામદ સમા, પૂર્વ ઉપસરપંચ ફઝલ સમા વિગેરેએ અખબારી યાદીમાં કહ્યું હતું કે, આ રસ્તો બિસ્માર છે. 15 વર્ષથી મરંમત થયો નથી. વાહન વ્યવહાર, એમ્બ્યુલન્સ, દર્દીઓને દવાખાને લઇ જવા બહુ તકલીફ પડી રહી છે. ધારાસભ્ય તેમજ ઉચ્ચકક્ષાએ આ બાબતે રજૂઆત કરતાં દરખાસ્ત ગાંધીનગર મોકલી દેવાઇ હોવાની ખાતરી મળી છે, ત્યારે આ બાબતે ત્વરિત રસ્તાનું મરંમત કાર્ય થાય તેવી માંગ ઊઠી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd